Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

મુકેશ ખન્‍નાએ મહાભારત સિરીયલમાં ક્‍યુ પાત્ર ભજવ્‍યુ હતું: અમિતાભ બચ્‍ચને કેબીસી માટે પ્રશ્ન પૂછ્‍યો

મુંબઇ: કૈૌન બનેગા કરોડપતિમાં મંગળવારે અમિતાભ બચ્ચને રજિસ્ટ્રેશનનો 11મો સવાલ બી.આર. ચોપડાના મહાભારતમાંથી પૂછ્યો હતો. હાલમાં જ મહાભારતના રિટેલિકાસ્ટથી આ સવાલનો જવાબ આપવો લોકો માટે સરળ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, કેબીસી 12મી સીઝન માટે હાલ રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલી રહી છે. આ શો પણ જલ્દી જ શરૂ થવાનો છે. શો પણ જલ્દી જ શૂર થઈ જશે. શોમાં સામેલ થવા માટે દર્શકોને રોજ રાત્રે બિગબી દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે.

રજિસ્ટ્રેશન માટે 11મો સવાલ મહાભારતના મહત્વના પાત્ર સાથે જોડાયેલો છે. અમિતાભ બચ્ચને દર્શકોને પૂછ્યુ કે, મુકેશ ખન્નાએ બીઆર ચોપડાની સીરિયલ ધારાહિક મહાભારતમાં કયુ પાત્ર  ભજવ્યું હતું. તેના ઓપ્શન છે A. અર્જુન B. ભગવાન કૃષ્ણ C. ભીષ્મ D. ભીમ

દર્શકો માટે રજિસ્ટ્રેશનનો જવાબ એસએમએસ કે સોની લિવ એપના માધ્યમથી આપવાનો રહેશે. એસએમએસથી જવાબ આપવા માટે  KBC{space} તમારો જવાબ (A,B,C or D) {space} ઉંમર {space} લિંગ ( પુરુષ માટે M, મહિલા માટે F અને અન્ય માટે O) લખીને  509093 પર મોકલવાનો રહેશે.

જો તમે સોની લિવ એપના માધ્યમથી આ જવાબ આપી રહ્યા છો તો તેના માટે સૌથી પહેલા તમારે સોની લિવ એપ ડાઉનલોડ કરવાની રહેશે. પછી એપમાં તમારે એક રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે, જેમા તમારે તમારું નામ, ઉંમર અને યોગ્ય જવાબ લખીને સબમિટ કરવાનો રહેશે. યોગ્ય જવાબ આપનારનું સિલેક્શન રેન્ડમલી કમ્પ્યૂટર દ્વારા કરવામાં આવે છે અને સિલેક્ટેડ સ્પર્ધકને આગામી રાઉન્ડ માટે પસંદ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે કોરોના વાયરસને કારણે કેબીસીમાં શોર્ટ લિસ્ટેડ સ્પર્ધકોનું ડિજીટલ માદ્યમથી ઓડિશન થશે. સોની લિવ એપના માધ્યમથી સ્પર્ધકોને એક જનરલ નોલેજ પરીક્ષાને ઓનલાઈન ક્લિયર કરવાની રહેશે. અને આ ટેસ્ટની સાથે એક વીડિયો પણ અપલોડ કરવાનો રહેશે.

(4:11 pm IST)