Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

આ ત્રણ અભિનેત્રીઓ સાથે દબંગ સ્ટાર સલમાન ખાન કરશે રોમાન્સ

મુંબઈ:સલમાન ખાન આગામી ફિલ્મમાં ત્રણ-ત્રણ અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. ફિલ્મમાં તેના પાંચ વિવિધ લુક પણ જોવા મળશે જે વીએફક્સ અને પ્રોસથેટિક્સ ટેકનિકથી મદદ લઇને કરવામાં આવશે૫૨ વર્ષીય સલમાન ખાન ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, કેટિના કૈફ અને દિશા પટાણી સાથે રોમાન્સ કરતો જોવા મળશે. દિશા અને સલમાનનો પ્રેમ કિશોરાવસ્થામાં પાંગરતો દર્શાવાશે, તે પછી સલમાનના જીવનમાં પ્રિયંકા અને કેટરિના આવશે.

 

ફિલ્મમાં પ્રિયંકાનો સલમાન સાથે લાંબો રોલ હશે. ફિલ્મનું દિગ્દર્શન અલી બ્બાસ ઝફરનું છે. જેમાં ૧૯૪૭ થી ૨૦૦૦ સુધીની સલમાનની સફર દેખાડવામાં આવશે.

(3:37 pm IST)