Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ કરવાની તાપસી પન્નૂએ કહી ના

મુંબઇ:પેરેલલ ફિલ્મની અભિનેત્રી ગણાતી અને જુડવા ટુ પછી કમર્શિયલ ફિલ્મોમાં પણ દેખાતી થયેલી અભિનેત્રી તાપસી પન્નુએ તાજેતરમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે એક ફિલ્મ કરવાની ઑફર સવિનય નકારી કાઢી હોવાની માહિતી મળી હતી.

પિન્ક પછી નામ શબાના અને જુડવા ટુ કર્યા બાદ તાપસી ટોચની અભિનેત્રીઓની યાદીમાં આવી ગઇ હતી. એની નિકટનાં સૂત્રોએ કહ્યું કે પોતાની ફિલ્મોની પસંદગી બાબતમાં તાપસી એકદમ સ્પષ્ટ છે. એને કેવી ફિલ્મ કરવી છે અને કોની સાથે કરવી છે બાબતમાં જરાય બંધછોડ કરતી નથી.વિશાલ ભારદ્વાજની ફિલ્મ સપના દીદીથી ડાયરેક્ટર તરીકે નસીબ અજમાવનારા કાસ્ટિંગ ડાયરેક્ટર હની ત્રેહાને સપના દીદી છોડી દીધી હતી. ઇરફાન ખાન બીમાર પડતાં સારવાર માટે વિદેશ રવાના થયો હતો અને અહીં દીપિકા પાદુકોણને પણ બેક પેઇન હતું એટલે વિશાલે સપના દીદી મોકૂફ રાખતાં હનીએ ફિલ્મ છોડી દીધી હતી. એને બદલે નવાઝુદ્દીન સાથે એેક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. ફિલ્મની ઑફર તેમણે તાપસીને કરી હતી પરંતુ તાપસીએ સવિનય ના પાડી દીધી હતી.

(3:38 pm IST)