Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

બોબી દેઓલ માટે ફિલ્મ બનાવશે સલમાન ખાન

મુંબઇટોચના કોરિયોગ્રાફર કમ ડાયરેક્ટર પ્રભુ દેવા હવે બોબી દેઓલ સાથે એક ફિલ્મ બનાવશે એવી જાણકારી મળી હતી. ફિલ્મનું નિર્માણ સુપર સ્ટાર સલમાન ખાન કરશે એવું પણ જાણવા મળ્યું હતું.

સ્ટોરી પાછળ એક સરસ વાત છે. વીતેલા દાયકાના ટોચના અભિનેતા અને હાલ ભાજપના સાંસદ એવા ધર્મેન્દ્ર સાથે સલમાને થોડીક સરસ ફિલ્મો કરી હતી. છેલ્લા થોડા સમયથી ધર્મેન્દ્રના પુત્ર બોબી દેઓલની અભિનય કારકિર્દી ડામાડોળ હતી એટલે ધર્મેન્દ્રે સલમાન ખાનને વિનંતી કરી હતી કે મારા પુત્રની કારકિર્દીને ફરી સ્થિર કરવામાં સહાય કરજે.

સલમાને તરત ધર્મેન્દ્રની વિનંતી સ્વીકારીને બોબીને પોતાની રેસ થ્રીમાં સાઇન કર્યો હતો. ઉપરાંત સલમાને એને ખાસ વર્ક આઉટ દ્વારા બોડી બનાવવાની સલાહ આપી હતી. તાજેતરમાં સલમાને કહ્યું હતું કે બોબીનુ નામ હવે બોડી દેઓેલ રાખીશું.રેસ થ્રી ઉપરાંત સલમાને પોતાના મિત્ર ફિલ્મ સર્જક પ્રભુ દેવાને વિનંતી કરી હતી કે તમે બોબીને હીરો બનાવીને એક ફિલ્મનું પ્લાન કરો. ફિલ્મના પ્રોડયુસરની જવાબદારી મારી. સરસ એક્શન સભર સ્ક્રીપ્ટ પસંદ કરીને મને બતાવજો. આમ હવે બોબી પ્રભુ દેવા સાથે ફિલ્મ કરશે જે સલમાન ખાનના બેનર તળે બનશે

(3:36 pm IST)