Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ફિલ્મ સિમ્બાનો વિલન મારા માટે એક પ્રકારની ચેલેંજ જેવો છે: સોનુ સુદ

મુંબઇ:અભિનેતા સોનુ સૂદે કહ્ય હતું કે મને ઑફર થયેલો રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાનો વિલન મારા માટે એક પ્રકારની ચેલેંજ જેવો છે. એનો આખો કન્સેપ્ટ અલગ છે.'ફિલ્મનો વિલન તમને પૂરતું મનોરંજન આપે મહત્ત્વનું છે. અહીં અમે મનોરંજન પીરસવા માટે આવ્યા છીએ. એટલે સિમ્બાના વિલનનો જે કન્સેપ્ટ રોહિતના મનમાં છે અલગ પ્રકારનો વિલન છે. મારા માટે એક ચેલેંજ છે. પરંપરાગત વિલનનો અભિનય બહુ મુશ્કેલ હોતો નથી પરંતુ બિનપરંપરાગત વિલન રજૂ કરવાનું કામ થોડું મુશ્કેલ છે' એમ સોનુએ કહ્યું હતું.ઔએણે કહ્યું કે રોહિત એકદમ ઠંડા મિજાજનો ડાયરેક્ટર છે. એની ટીમ સાથે કામ કરવામાં અનેરી મજા આવતી હોય છે. હું તો મારો વારો કેમેરા સામે જવાનો ક્યારે આવે છે એની ઉત્કંઠાભેર વાટ જોઇ રહ્યો છું. ફિલ્મ આવતા મહિને સેટ પર જવાની છે.

ઉપરાંત સોનુ બીજી બે મોટી ફિલ્મો કરી રહ્યો છે. એક ફિલ્મ સિનિયર ફિલ્મ સર્જક જે પી દત્તાની પલટન છે જ્યારે બીજી ફિલ્મ કંગના રનૌત સાથે મણીકર્ણિકા છે જેમાં સોનુ મરાઠા યોદ્ધાનો રોલ કરી રહ્યો છે. એને માટે સિમ્બા એક મોટ્ટી અને મહત્ત્વની ફિલ્મ છે.

(3:35 pm IST)