Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

અર્જુન પટિયાળા ફિલ્મમાં કૃતિ સનુન દેખાશે : રિપોર્ટ

ફિલ્મને લઇને બરેલી કી બરફી ફેઇમ ભારે આશાવાદી

મુંબઇ,તા. ૨૧: કૃતિ સનુન બોલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. બરેલી કી બરફી ફિલ્મમાં શાનદાર રોલ કર્યા બાદ કૃતિ હવે અર્જુન પટિયાળા નામની ફિલ્મમાં કામ કરી રહી છે.  આ ફિલ્મ ૧૩મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરાશે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ તમામ લોકોને રોમાંચિત કરી દેશે. કોમેડી ફિલ્મ તમામને હસવા માટે મજબુર કરશે તેવો દાવો કૃતિ દ્વારા કરવામાં આવ્યો છે. કૃતિ સનુનનુ કહેવુ છે કે અર્જુન પટિયાળા લાર્જર દેન લાઇફ લોકોને હસી હસીને પેટ દુખાવશે.  તેની બરેલી કી બરફી ફિલ્મ લોકોને ગમી હતી.  જે બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. તેમાં કૃતિની ભૂમિકાની ભારે પ્રશંસા થઇ હતી. તેમાં તેની સાથે રાજકુમાર રાવની પણ પ્રશંસા થઇ હતી. હવે તે અર્જુન પટિયાળા ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ હિરોપંતિ મારફતે પોતાના બોલિવુડ કેરિયરની શરૂઆત કરનાર કૃતિ સનુન પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ રહેલી છે. આ નવી ફિલ્મમાં તેની સાથે દિલજીત દોસાંજ કામ કરી રહ્યોછે. થોડાક પ્રમાણમાં ઇમોશનલ ટચ પણ હોવાની વાત કરવામાં આવી છે. કૃતિએ કેટલાક મોટા નિર્માતા નિર્દેશકો સાથે કામ કર્યુ છે. જેમાં રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન , કાજોલ અને વરૂણ ધવને યાદદાર ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તે ફિલ્મને લઇને ઉત્સાહિત છે.

તેનુ કહેવુ છે કે ફિલ્મની પટકથા તેની પાસે અન્ય પણ છે જો કે હાલમાં તે અર્જુન પટિયાળામાં કામ કરી રહી છે. કૃતિ સુશાંત રાજપુત સાથે તેના સંબંધના કારણે પણ બોલિવુડમાં ચર્ચામાં છે. કૃતિ સનુન બોલિવુડમાં આગામી દિવસોમાં યાદગાર ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. હાલમાં તેની પાસે તમામ યુવા કલાકારો સાથે ફિલ્મ છે.

(1:09 pm IST)
  • રાજકોટ : શાપરમાં યુવાનને ઢોરમાર મારી હત્યા નિપજાવવાનાં મામલે પોલીસે 4 આરોપી, ચિરાગ વોરા, દિવ્યેશ વોરા, જયસુખ રાદડિયા અને તેજસ ઝાલા નામના શખ્શોની કરી ધરપકડ : મારકૂટના cctv ફૂટેજનો વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ થયો છે વાયરલ access_time 11:20 am IST

  • કાલાવાડ રોડ પર આવાસ યોજનામાં કોર્પોરેશનના દરોડાઃ ૧૫ ફલેટમાં ધુસણખોરી : શહેરનાં કાલાવડ રોડ પર બિશપ હાઉસ પાછળ મ્યુનિ.કોર્પોરેશનની આવાસ યોજના કવાર્ટરમાં આવાસ યોજના વિભાગનું ચેકીંગ : ૧૫ કવાર્ટરનો કબ્જો લેવાયો access_time 4:26 pm IST

  • પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. access_time 6:19 am IST