Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સલમાન સાથે ફિલ્મ કરવા પ્રિયંકા ચોપડા સહમત થઇ

લાંબા ગાળા બાદ ફરી એકવખત સલમાનની સાથે રહેશે

મુંબઇ,તા. ૨૧: બોલિવુડ અને હોલિવુડમાં પોતાની કુશળતાના કારણે હાલમાં છવાયેલી સ્ટાર પ્રિયંકા ચોપડા હવે સલમાન ખાનની સાથે તેની ભારત ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ ગઇ છે.  આ ફિલ્મમાં આશાસ્પદ સ્ટાર દિશા પણ કામ કરી રહી છે. આ ફિલ્મનુ નિર્દેશન અલી અબ્બાસ  જાફર કરનાર છે. આ પહેલા પ્રિયંકા ચોપડા છેલ્લે પ્રકાશ ઝાની ફિલ્મ જય ગંગાજલમાં નજરે પડી હતી. હવે તે કેટલીક નવી ફિલ્મોમાં કામ કરવા જઇ રહી છે. પ્રિયંકા હાલમાં ટીવી સિરિઝ ક્વાન્ટિકોના ત્રીજા ભાગને લઇને ન્યુયોર્કમાં છે. પ્રિયંકા ગયા સપ્તાહમાં સમય કાઢીને મુંબઇ આવી હતી. જ્યાં તે કેટલાક નિર્માતા નિર્દેશકોને મળી હતી. કેટલાક પ્રોજેક્ટ પર તેની વાતચીત પણ થઇ છે. નિર્દેશક શોનાલી બોસે હાલમાં પ્રિયંકા ચોપડાને લઇને ફિલ્મ બનાવવા માટેની જાહેરાત કરી હતી. આ ફિલ્મને રાની સ્કુવાલા અને સિદ્ધાર્થ રોય કપુર નિર્દેશન કરનાર છે. પ્રિયંકાને આ ફિલ્મની પટકથા એટલી પસંદ પડી છે કે આ ફિલ્મ તે તરત જ સ્વીકારી ચુકી છે. આ ફિલ્મમાં અભિનેતા તરીકે કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ફિલ્મના સંબંધમાં શોનાલીએ કહ્યુ છે કે તે હાલમાં કલાકારોને શોધી રહી છે. શોનાલી તે પહેલા વર્ષ ૨૦૧૪માં ડ્રામા ફિલ્મ માર્ગરિટા વીથ ધ સ્ટ્રા નામની ફિલ્મ બનાવી ચુકી છે. આ પિલ્મ નેશનલ એવોર્ડ જીતી ગઇ હતી. ફિલ્મમાં કલ્કીએ લૈલાની ભૂમિકા અદા કરી હતી. જેને સેરેબ્રલ પાલ્સી નામની બિમારી હોય છે. તે અભ્યાસ માટે અમેરિકા જાય છે. જ્યાં તે એક અંધ યુવતિની સાથે સંબંધમાં આવે છે. જેની ભૂમિકા સયાની ગુપ્તાએ અદા કરી હતી. પ્રિયંકા ચોપડા સમગ્ર વિશ્વમાં હવે ટોપ સેલિબ્રિટી તરીકે ઉભરી ચુકી છે. તેની દુનિયામાં નોંધ લેવામાં આવી રહી છે. તે કેટલીક હોલિવુડ ફિલ્મોમાં પણ હાલમાં કામ કરી રહી છે.

(1:08 pm IST)
  • રાત્રે 9.30 કલાકે રાજકોટમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાણીનો ટાંકો ફાટ્યો :ટાઉનશીપના સાતમા માળે આવેલ પાંચ હજાર લિટરનો ટાંકો અચાનક ફાટી ગયો :પોપટપરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ એક પાણીનો ટાંકો ફાટતા લોકોમાં કચવાટ ;વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:57 pm IST

  • રાજ્યની તમામ આરટીઓમાં પાકા લાઈસન્સ માટે સેન્સર વાળા ટ્રેક પર ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ફરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત શરૂ કરતું ગુજરાત RTO access_time 11:19 am IST

  • MPમાં કોંગ્રેસ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર નહિ કરે : મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા વગર કોંગ્રેસ ચૂંટણી લડશેઃ કમલનાથઃ સૂત્રો કહે છે, કમલનાથ અને જયોતિરાદિત્ય જૂથો વચ્ચે જોરદાર વિવાદ ચાલે છેઃ દિગ્વીજયસિંહે પણ નવો મોરચો ખોલ્યો છે access_time 3:42 pm IST