Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

હોલીવૂડમાં એન્ટ્રીથી ખુબ જ ખુશ છે હુમા

બોલીવૂડની અભિનેત્રી હુમા કુરેશી હોલીવૂડ સુધી પહોંચી ગઇ છે. જૈન સ્નાયડરની જોમ્બી હિસ્ટ ફિલ્મ આર્મી ઓફ ધ ડેડનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ આ વર્ષની સોથી વધુ પ્રતિક્ષિત ફિલ્મ છે. ટ્રેલરમાં હુમા કુરેશી પણ જોવા મળી છે. ફિલ્મમાં તેના પાત્રનું નામ ગીતા છે. જો કે કેવું પાત્ર છે તેની વધુ જાણકારી ટ્રેલરમાં મળતી નથી. હુમા બહુમુખી અભિનેત્રીની છાપ ધરાવે છે. તે પોતાની ભુમિકાઓ અને નિર્દેશકોને પસંદ કરીને કામ કરે છે. આર્મી ઓફ ધ ડેડનો ભાગ બનીને તે અત્યંત ખુશ છે. નોંધનીય છે કે આ ફિલ્મ અગાઉ ૨૦૦૪માં આવેલી ડોન ઓફ ધ ડેડની સિકવલ છે. આ ફિલ્મને પણ જૈક સ્નાયડરે બનાવી હતી. એ પછી હોલીવૂડમાં અનેક જોમ્બી-થ્રિલર ફિલ્મો બની ચુકી છે. દિલ્હીમાં જન્મેલી હુમા કુરેશીએ અભિનય કારકિર્દીની શરૂઆત નવ વર્ષ પહેલા ગેંગ્સ ઓફ વાસેપુરથી કરી હતી. બંને ભાગમાં તેનો અભિનય લોકોને ગમ્યો હતો. એ પછી તે અઢારથી વધુ ફિલ્મ કરી ચુકી છે. તેની આવનારી ફિલ્મોમાં એક તમિલ ફિલ્મ અને હિન્દી ફિલ્મ બેલબોટમ પણ છે.  

(11:04 am IST)