Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ગુજરાતી ફિલ્મ ઓકસીજનઃ''સંબંધોનો સુપરહીરો''નું ટ્રેલર - મ્યુઝિક રિલીઝ

અમદાવાદ, જાણીતા લેખક – દિગ્દર્શક  ચિન્મય  પુરોહિત  દિગ્દર્શિત ગૌરવશાળી ગુજરાતી ફિલ્મ '' ઓકસીજન''   સંબંધોની નવી દુનિયા ૧૧મી મેના રોજ સમગ્ર ગુજરાત સહિત મુંબઈ  અને પુણેના સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. આ ફિલ્મનું ટ્રેલર-મ્યુઝિક અમદાવાદ ખાતેના  ટાઈમ  સિનેમાઘર ખાતે  ફિલ્મના નિર્માતા  રાગિણી પુરોહિત અને હરેશ મકવાણા સહિત ફિલ્મના દિગ્ગજ કલાકારોની હાજરીમાં રિલિઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ વિવિધ ભાષામાં બનાવવાનું આયોજન થયું છે.આ ફિલ્મમાં અંશુલ ત્રિવેદી, વ્યોમા નાંદી, અરવિંદ વૈદ્ય, દર્શન જરીવાલા, અન્નપૂર્ણા શુકલ, પંકજ પાઠકજી, ધ્વનિ ત્રિવેદી, શૌનક વ્યાસ, કમલ જોશી, દેવાંગી જોશી, સુભાષ બ્રહ્મભટ્ટ જેવા કલાકારોની સાથે રોહિણી હટંગડી અને પ્રતિક્ષા લોણકર જેવા હિન્દી-મરાઠી પડદાના દિગ્ગજ કલાકારો પણ   દ્વારા ગુજરાતી પડદે પદાર્પણ કરી રહ્યા છે.

(2:58 pm IST)