Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અનુષ્કા શર્મા પતિ વિરાટ સાથે જન્મદિન બેંગ્લોરમાં ઉજવશે

પહેલી મેએ જન્મદિવસની ઉજવણી કરશે : અભિનેત્રી અનુષ્કા ૨૪મી એપ્રિલે બેંગ્લોરમાં પહોંચશે

મુંબઇ,તા. ૨૧ : પાછલા વર્ષે ડિસેમ્બરમાં થયેલા લગ્ન બાદથી જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને એક સાથે વધારે સમય પસાર કરવાનો સમય નથી મળ્યો. અનુષ્કા ઝીરો અને સુઈ-ધાગા જેવી ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે તો વિરાટ પણ હાલમાં આઈપીએલની મેચોમાં વ્યસ્ત છે. પરંતુ જાણકારી અનુસાર અનુષ્કા પોતાનો બર્થ-ડે વિરાટ સાથે જ મનાવશે. અનુષ્કા ૧લી મેએ ૩૦ વર્ષની થઈ જશે.

એક અખબારની રિપોર્ટ મુજબ, અનુષ્કા પોતાનો જન્મદિવસ વિરાટ સાથે બેંગલુરુમાં જ મનાવશે. તેના બર્થડે પર કોઈ શાનદાર પાર્ટીનું આયોજન નહીં કરાય. બંને પરિવારની સાથે ડિનર કરશે. સૂત્રોએ જણાવ્યું છે કે, વિરાટ અને અનુષ્કાને સાથે સમય પસાર કરવાની ઘણી ઓછી તક મળી છે. આથી તેમણે બર્થડેનો સમય સાથે પસાર કરવાનું વિચાર્યું છે. અનુષ્કા ૨૪ એપ્રિલે બેંગલુરુ આવી જશે. બેંગલુરુમાં લગભગ એક અઠવાડીયું વિરાટ સાથે વિતાવ્યા બાદ તે ઝીરોની શૂટિંગ માટે યૂ.એસ રવાના થઈ જશે. ત્યાં લગભગ દોઢ મહિના સુધી શૂટિંગ ચાલશે. રિપોર્ટ્સ મુજબ ઝીરો ફિલ્મમાં અનુષ્કા વૈજ્ઞાનિક બની છે. હાલમાં જ અનુષ્કા, શાહરુખ ખાન અને ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ રાય સાથે મુંબઈમાં યૂએસ દૂતાવાસ ગઈ હતી, ફિલ્મ આ વર્ષે ૨૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

(12:18 pm IST)