Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

શુટીંગમાં સતત વ્‍યસ્‍ત બની અલાયા

 બોલીવૂડમાં ત્રણ વર્ષથી કામ કરી રહેલી અલાયા ફર્નિચરવાલાએ પોતાની ઓળખ ઉભી કરી લીધી છે. અભિનેત્રી પૂજા બેદીની આ દિકરીએ ૨૦૨૦માં સૈફ અલી ખાન સાથેની ફિલ્‍મ જવાની જાનેમનથી શરૂઆત કરી હતી. એ પછી તેણે ફ્રેડીમાં જોરદાર કામ કર્યુ હતું. હાલમાં જ તેની ફિલ્‍મ અલમોસ્‍ટ પ્‍યાર વીથ ડીજે મહોબ્‍બતમાં આવી હતી. જેમાં તેણે અમૃતા અને આયેશાનો રોલ નિભાવ્‍યો હતો. હવે તે સતત કામમાં વ્‍યસ્‍ત બની છે. હાલમાં જ તે પિસ્‍તાલીસ દિવસના શુટીંગ માટે મુંબઇથી રવાના થઇ હતી. મુંબઇ એરપોર્ટ પર તે જોવા મળી હતી ત્‍યારે ચાહકોએ તેને ઘેરી લીધી હતી.  તેણે ઇન્‍સ્‍ટાગ્રામ પર કેટલાક ફોટો અને વિડિયો પોસ્‍ટ કર્યા છે. અલાયા હાલમાં એક ઓૈર ગઝબ કહાની, યુ ટર્ન અને શ્રી નામની ફિલ્‍મો કરી રહી છે. તે મ્‍યુઝિક વિડીયોમાં પણ કામ કરી ચુકી છે.

(10:38 am IST)