Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

એવો અનુભવ કદી નથી થયોઃ વિદ્યા

વિદ્યા બાલને તાજેતરમાં હોટ ફોટોશૂટ કરાવીને ચકચાર જગાવી દીધી હતી. બોલીવૂડમાં તેણે મહેનતથી સ્‍થાન બનાવ્‍યું છે. અહિ તેણે પ્રારંભે ખુબ નિષ્‍ફળતાનો સામનો કર્યો હતો. તેને સતત રિજેક્‍ટ પણ કરવામાં આવી હતી. પરંતુ આગળ જતાં તેણે સાબિત કર્યુ હતું કે તે અભિનય ઇન્‍ડસ્‍ટ્રીને લાયક છે. તે કહે છે હું નસિબદાર છું કે મને અહિ કાસ્‍ટીંગ કાઉચનો અનુભવ કદી નથી થયો. જોકે ભૂતકાળમાં એક વખત એવી કોઈ ઘટના થવાની હતી, પરંતુ તેને એનો અંદાજ  આવતાં તે પોતાને બચાવી શકી હતી. એ કિસ્‍સાને યાદ કરતાં વિદ્યા બાલને કહ્યું કે મારી સાથે ખરેખર કાસ્‍ટિંગ કાઉચની આવી કોઈ ઘટના નહોતી ઘટી.

હું ખૂબ-ખૂબ નસીબદાર છું, કારણ કે મેં અતિશય ભયાનક સ્‍ટોરીઝ સાંભળી છે અને મારા પેરન્‍ટ્‍સને પણ એનો જ ડર સતાવતો હતો. એથી તેઓ મને ફિલ્‍મોમાં આવતાં અટકાવતા હતા. જોકે એક એના જેવી ઘટના મને યાદ છે. વિદ્યા છેલ્લે શેરની અને જલ્‍સામાં જોવા મળી હતી.

(10:38 am IST)