Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

બોલ્‍ડ પાત્રો ભજવવા સહજ નથીઃ વિદિશા

લોકપ્રિય ટીવી શો ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભીનો રોલ નિભાવી રહેલી વિદિશા શ્રીવાસ્‍ત કહે છે હું અસલી જિંદગીમાં પણ ઘણા અંશે અનિતા ભાભી જેવી જ છું. અનિતા ભાભી મજબૂત અને આત્‍મનિર્ભર મહિલા છે, તે સત્‍યનો સાથ આપવામાં અને ખોટા વિરૂધ્‍ધ બોલવામાં અટકાતા નથી. હું પણ આ બાબતમાં ઘણા અંશે તેમના જેવી જ છું. મારુ સ્‍ટાઇલ સ્‍ટેટમેન્‍ટ પણ અનિતા ભાભી જેવું સરળ અને આકર્ષક તથા સુંદર છે. તેના જેવા જ સ્‍ટાઇલીસ બ્‍લાઉઝ, હિલ અને એસેસરીઝ પહેરવા મને ગમે છે. મને લાગે છે કે અનિતા ભાભી મારા જીવનનો એક ભાગ બની ગઇ છે. હું તેને કાયમ સાચવીને રાખવા ઇચ્‍છુ છું. વિદિશાને સાઉથની ઘણી ફિલ્‍મોની ઓફર થઇ એ પહેલા બોલીવૂડની ઓફર પણ થઇ હતી. પરંતુ એ રોલમાં ખાસ દમ ન હોવાથી સ્‍વીકાર્યા નહોતાં.  કલાકાર તરીકે હું દરેક પાત્ર ભજવવા તૈયાર છું. જો કે બોલ્‍ડ પાત્રો ભજવવા હું સહજ નથી. સ્‍ક્રિપ્‍ટ સારી હશે તો હું વિચાર કરીશ.

(10:37 am IST)