Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

આમિરખાનની લાલસિંહ ચઢ્ઢા નવા થિયેટરમાં સૌપ્રથમ રિલીઝ કરાશે

મુંબઇ,તા.૨૧: આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' રિલીઝ થાય એની સાથે જ નવાં થિયેટર્સ પણ શરૂ કરવામાં આવશે. આમિરની ફેન ફોલોઇંગ અને તેની ફિલ્મોના ક્રેઝને જોતા સિનેમાના માલિકો એનો લાભ લેવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે તેમનાં નવાં થિયેટર્સમાં સૌથી પહેલી આ ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. 'લાલ સિંહ ચઢ્ઢા' ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે.

આ ફિલ્મમાં આમિરની સાથે જ કરીના કપૂર ખાન પણ જોવા મળશે. આમિરની ફિલ્મો બોકસ -ઓફિસ પર શાનદાર કલેકશન કરે છે. તેની પોપ્યુલરિટીને એનકેશ કરવાની પુરી યોજના ઘડી કાઢવામાં આવી છે. સેનિમાની ચેઇન ધરાવતી કંપનીઓએ નવા-નવા સિનેમા શરૂ કરવાની તૈયારી કરી રાખી છે. 'લાલ સિંહ ચઢ્ઢા' જ્યારથી જાહેરાત કરવામાં આવી છે. ત્યારથી જ તેના ફેન્સામં ગજબ છે. આ ઉત્સાહ એટલા માટે પણ છે કારણે કે એ હોલીવુડના એકટર ટોમ હેકસની 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રીમેક છે.

(11:41 am IST)