Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સંજય લીલા બીજી તક આપશે તેવી અંકિતાને આશા

સુશાંતસિંહ રાજપૂતની એક સમયની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે હાલમાં કંગના રનોૈત સાથે ફિલ્મ 'મણિકર્ણિકા-ધ કવીન ઓફ ઝાંસી'માં કામ કરી રહી છે. આ ફિલ્મથી તે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. જેમાં તેનો રોલ ઝલકારી બાઇનો છે. આ પહેલા અંકિતાને સંજય લીલા ભણશાલીએ ફિલ્મ પદ્માવત માટે એક રોલ ઓફર કર્યો હતો. જો કે તે વખતે તેણે આ રોલ કરવાની ના કહી દીધી હતી. અંકિતાએ કહ્યું હતું કે મેં ત્યારે સંજય લીલાને ના પાડીને બેવકુફી કરી હતી. હું હમેંશા તેની સાથે કામ કરવા ઇચ્છુ છું. પણ મને જ્યારે રોલ ઓફર થયો ત્યારે હું માનસિક રીતે કામ કરવા તૈયાર નહોતી અને કામમાંથી આરામ લેવા ઇચ્છતી હતી. મને આશા છે કે હજુ બીજી વખત તેઓ મને તક આપશે. તાજેતરમાં અંકિતાનો મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં સાડી પહેરેલો લૂક સામે આવ્યો હતો. ફિલ્મનું લગભગ શુટીંગ પુરૂ થઇ ગયું છે. ૩ ઓગષ્ટના રિલીઝ થશે.

(9:49 am IST)
  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના હવેથી આધ્યાત્મિકતા અને માનવીય મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવશે. જેથી ભવિષ્યના મેનેજર્સ દબાણ વચ્ચે પણ શાંતિનો અનુભવ લઈ શકે. આઇઆઇએમ-અમદાવાદ ખાતે ભવિષ્યના કોર્પોરેટ લીડર્સને ભગવદ્‌ગીતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. આઇઆઇએમના પ્રોફેસરે જણાવ્યું કે તેનાથી સ્ટ્રેસમાં ઘટાડો થશે. access_time 2:12 am IST

  • સોનિયા ગાંધીના સ્થાપિત ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ તપાસનો ધમધમાટ : વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે : સોનિયા ગાંધી સ્થાપિત રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સહિત ૪૨ એનજીઓ વિરૂદ્ધ વિદેશોમાંથી ફંડ મેળવવા અંગે તપાસ ચાલુ થઈ છેઃ લોકસભામાં માહિતી આપતા રાજયકક્ષાના ગૃહમંત્રી કિરણ રિજ્જુ access_time 3:40 pm IST

  • મનમર્જીયા ફિલ્મના ૨ ફોટા સોશ્યલ મીડીયા ઉપર મૂકાયા : અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જીયા'ની અભિનેત્રી તાપસી પન્નુએ ૨ ફોટા સોશિયલ મિડીયા ઉપર શેર કર્યા : એકમાં પોતે વિકી કૌશલના ખભે બેસવાનો આનંદ વ્યકત કરતી તથા બીજામાં અભિષેક પાઘડી પહેરેલો દર્શાવ્યો access_time 3:42 pm IST