Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

બોલિવૂડ અભિનેત્રી અને ફિટનેસ આઇકોન શિલ્‍પા શેટ્ટી કુન્‍દ્રા બીજી વખત માતા બનીઃ પુત્રીને જન્‍મ આપ્‍યો

મુંબઇઃ બોલિવુડ એક્ટ્રેસ અને ફિટનેસ આઈકોન શિલ્પા શેટ્ટી કુન્દ્રા  બીજીવાર માતા બની ચૂકી છે. દીકરા વિવાન બાદ શિલ્પા શેટ્ટીએ બીજી દીકરીને જન્મ આપ્યો છે. આ બાળકીનું નામ સમિષા શેટ્ટી રાખવામાં આવ્યું છે. સમિષા શેટ્ટીની તસવીર શિલ્પા શેટ્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. હવે તમે વિચાર કરશો કે, શિલ્પા શેટ્ટી પ્રેગનેન્ટ ન હોવા છતાં તેણે કેવી રીતે દીકરીને જન્મ આપ્યો, તો આ છે તેનો જવાબ.

સેરોગસીના માધ્યમથી શિલ્પા શેટ્ટીએ આ નાનકડી બાળકીને જન્મ આપ્યો છે. બાળકીનો જન્મ 15 ફેબ્રુઆરીના રોજ થયો હતો. જોકે, શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ તેની માહિતી હવે સાર્વજનિક કરી છે. સોશિયલ મીડિયા પર બાળકીની તસવીર શેર કરી છે. જોકે તસવીરમાં બાળકીનો ચહેરો બતાવવામાં આવ્યો નથી. આ તસવીર સામે આવતા જ શિલ્પા શેટ્ટીને અભિનંદન આપવાની લાઈન લાગી ગઈ હતી.

શિલ્પાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ ખુશખબરીને શેર કરતા મને આનંદ થાય છે. ઓમ શ્રી ગણેશાય નમ. અમારી પ્રાર્થનાઓનો જવાબ એક ચમત્કાર સાથે મળ્યો છે. અમે નાનકડી પરી સમિષા શેટ્ટી કુન્દ્રાના જન્મની જાહેરાત કરતા રોમાંચ અનુભવીએ છીએ. તમારો પ્રેમ અને આર્શીવાદ આપો.

આ તસવીરમાં નવજાત બાળકી સમિષા મમ્મી શિલ્પાની આંગળીઓ પકડતી દેખાઈ રહી છે. જોકે, લોકોને બાળકીનો ચહેરો જોવામાં ઉત્સુકતા છે. જેમ, શિલ્પા શેટ્ટીએ આ તસવીરની સાથે ગુડ ન્યૂઝ આપ્યા, ત્યારે શિલ્પાએ તસવીર શેર કરીને સમિષાના નામનો અર્થ પણ સમજાવ્યો છે.

(4:34 pm IST)