Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

બે ફિલ્મો 'ભૂત-પાર્ટ વનઃ ધ હોન્ટેડ શીપ' અને 'શુભ મંગલ જ્યાદા સાવધાન' રિલીઝ

આજથી બે ફિલ્મો 'ભૂત-પાર્ટ વનઃ ધ હોન્ટેડ શીપ' તથા 'શુભ મંગલ જ્યાદા સાવધાન' રિલીઝ થઇ છે. નિર્માતા હિરૂ યશ જોહર, કરણ જોહર, અપૂર્વ મહેતા, શશાંક ખેતાન અને નિર્દેશક ભાનુપ્રતાપ સિંહની ફિલ્મ 'ભૂત-પાર્ટ વનઃ ધ હોન્ટેડ શીપ'માં સંગીત અખિલ સચદેવાનું છે. જ્યારેકહાની ભાનુપ્રતાપ સિંહની છે. ફિલ્મમાં વિક્કી કોૈશલ, ભૂમિ પેડનેકર અને આશુતોષ રાણા તેમજ સિધ્ધાંત કપૂરની મુખ્ય ભુમિકા છે. વિક્કીએ સુમિત દેસાઇ નામના શીપના કેપ્ટનનો રોલ નિભાવ્યો છે. ભૂમિ એશા મુખર્જી નામની યુવતિના રોલમાં છે. ફિલ્મના ટ્રેલરને સોૈએ ખુબ પસંદ કર્યુ છે. હોરરના શોખીનો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતાં.  ૧૧૪ મિનીટની આ ફિલ્મમાં એક શીપ વહાણ ખરાબ થઇને કિનારે આવે છે. તેનું પરિક્ષણ કરવા કેપ્ટન આવે છે અને અજીબોગરીબ ઘટનાઓનો અનુભવ કરે છે. શું હોય છે આવી ઘટનાઓ પાછળનું રહસ્ય? કોણ હોય છે ભૂત? તે જાણવા ફિલ્મ જોવી રહી.

બીજી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'ના નિર્માતા આનંદ એલ. રાય, ભુષણ કુમાર, હિમાંશુ શર્મા અને કિશન કુમાર તથા નિર્દેશક હિતેષ કેવલીયા છે. સંગીત તનિષ્ક બાગચી, વાયુ અને ટોની કક્કડનું છે. જ્યારેલેખન હિતેષ કેવલીયાએ કર્યુ છે. ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના, જીતેન્દ્ર કુમાર, ગજરાજ રાવ, નિના ગુપ્તા, મનુરીષી ચઢ્ઢા, સુનિતા રાજવર, માનવી ગાગરૂ, પંકૃતિ અવસ્થી, નિરજ સિંઘ અને ભૂમિ પેડનેકર  (ગેસ્ટ રોલ)માં છે. આ ફિલ્મ સજાતીય યુવાનોની પ્રેમકહાની અને મેરેજ પર આધારીત છે. બે એવા પુરૂષ છે જે એક બીજાને ખુબ ચાહતા હોય છે અને લગ્ન કરવા ઇચ્છતા હોય છે. આ બંને જ્યારે પોતપોતાના પરિવારજનો સમક્ષ પોતાની ઇચ્છા વ્યકત કરે છે ત્યારે ભૂકંપ આવી જાય છે. બંનેની આ રિલેશનશીપની પરિવારજનો નકારી કાઢે છે. આમ છતાં બંને સ્વજનોને મનાવવા પ્રયાસો કરતાં રહે છે. પરંતુ વાત એટલી સરળ નથી. આ બંને છોકરાવ હાથમાંથી નીકળી જાય એ પહેલા બંનેના માતા-પિતા બંનેને છોકરીઓ સાથે પરણાવી દેવા તૈયારીઓ કરે છે. શું આ બંને યુવાનોની અપરંપરાગત પ્રેમકહાનીની જીત થશે કે નહિ? તેનો જવાબ શુભ મંગલ જ્યાદા સાવધાનમાં મળશે.

(10:17 am IST)