Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

અત્યંત ખુશ છે અનન્યા પાંડે

બોલીવૂડમાં નવોદિત અભિનેત્રી અનન્યા પાંડેને તાજેતરમાં એવોર્ડ મળતાં તેના પિતા ચંકી પાંડે ગદ્દગદ્દીત થઇ ગયા હતાં. અનન્યાએ બોલીવૂડમાં સ્ટુડન્ટ ઓફ ધ યર-૨થી અભિનય કારકિર્દી શરૂ કરી છે. એ પછી તેણે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે પતિ પત્નિ ઓૈર વોમાં કામ કર્યુ હતું. હવે તે દિપીકા પાદુકોણ સાથે કામ કરી રહી છે. ખુબ જ ટુંકા ગાળામાં તે સફળ અભિનેત્રી તરીકેની છાપ ઉભી કરી રહી છે. અનન્યાએ કહ્યું હતું કે મારા માતા-પિતા મારાથી અત્યંત ખુશ છે. હમેંશા તમારા માતા-પિતા જ તમારા સાચા ચાહકો હોય છે. તેઓ તમારા માટે કદી પણ ખરાબ વિચારી શકે નહિ, હમેંશા સારુ જ વિચારતા હોય છે. મારી સફળતાને મારા માતા-પિતા નિહાળી રહ્યા છે તેના કારણે પણ હું અત્યંત ખુશ છું. તેઓ હમેંશા એક વાત પર ભાર મુકે છે કે મારે હમેંશા જિવનમાં બેલેન્સ રાખીને આગળ વધવાનું છે. નાની ઉમરથી કામની શરૂઆત કરી છે તેથી તેઓ મને હમેંશા સામાન્ય જિંદગી જીવવાની સલાહ આપતા રહે છે. તેઓ ભુલમાંથી બોધપાઠ લેવાનું પણ કહેતાં રહે છે. મને મારી મરજી મુજબ તેઓ કરવા દે છે.

(10:16 am IST)