Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ખૈયામ સાહેબે 92માં જન્મદિવસે પુલવામા શહીદોના પરિવારોને 50 લાખની મદદ કરી

મુંબઇ:  સંગીતકાર ખૈયામે પુલવામાના હુમલામાં શહીદ થયેલા શહીદોના પરિવારોને રૂપિયા પાંચ લાખની આર્થિક સહાયની ઘોષણા કરી છે. ખૈયામે પોતાના ૯૨મા જન્મદિને આ શુભકાર્ય કર્યું છે. તેમણે પોતાનો જન્મદિવસ સાદાઇથી ઘરમાં જ ઊજવ્યો હતો. આ પ્રસંગે ઉર્દુ એવોર્ડથી તેમને ઘરે જ સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ખૈયામે જણાવ્યું હતુ ંકે, '' શહીદોના બલિદાનને ભુલાવી શકાય એમ નથી. હું  પુલવામાં બનેલી દુઃખદ ઘટનાથી દુઃખી થયો છું. તેથી મને મારો જન્મદિવસ ધામધૂમથી ઊજવવાનું મન થયું નહીં. આ હુમલામાં જે પરિવારે પોતાનો વ્યક્તિ ગુમાવ્યો છે, તેમના પ્રત્યે મને સંવેદના છે. મને આશા છે કે, ભારત સરકાર આ મામલે જલદી જ કોઇ ઉપાય ખોળી કાઢશે. અમે પ્રધાનમંત્રી રાહત કોષમાં રૂપિયા પાંચ લાખનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. અને શહીદોના પરિવારોનું સમર્થન કરવા માટે અમારા ટ્રસ્ટના માધ્યમથી અધિક ધનરાશિ દાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.''૨૦૧૬માં પોતાના ૯૦મા જન્મદિને ખૈયામે રૂપિયા દસ કરોડની સંપત્તિ દાનમાં આપી હતી. ખેયામનું પુરું નામ મોહમદ જહૂર હાશ્મી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ સેનામાં ભરતી થયા હતા. પરંતુ બે વરસ બાદ તેમણે આ નોકરી છોડી દીધી હતી. તેમને પહેલાથી જ સંગીત અને એકટર બનવામાં રસ હતો. તેથી તેઓ મુંબઇ આવ્યા હતા.  પરંતુ ફક્ત  એક જ ફિલ્મમાં અભિનયની તક મળી ત્યાર બાદ તેઓ સંગીત પ્રત્યે વળી ગયા હતા.

(6:30 pm IST)