Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

તાપસીની મર્ડર મિસ્ટ્રી ફિલ્મ 'બદલા' નું પહેલું સોન્ગ 'ક્યોં રબ્બા' રિલીઝ

મુંબઈ: બૉલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિનેત્રી તાપસી પન્નુ ફિલ્મ પિન્ક પછી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળવાના છે. અરે હા આ  ફિલ્મનું નામ બદલા છે અને આ ફિલ્મનું પહેલું સોન્ગ કયો રબ્બા  રિલીઝ થયું છે. આ એક સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ છે જેમાં કહાની એક મર્ડર મિસ્ટ્રી બની છે. ગીતમાં અવાજ અરમાન માલિકનો છે અને કમ્પોઝ અમાન મલિકે તથા ગીતના શબ્દો કુમારના  છે. આ એક ઈમોશનલ ગીત છે. ફિલ્મનું નિર્દેશન સુજય ઘોષે કર્યું છે. આ ફિલ્મ  8 માર્ચના રીલીજ થવાની છે.

 

 

(6:24 pm IST)