Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

સિકવલ માટે જોરદાર સ્ક્રિપ્ટની રાહ જોઇ રહી છે જોયા

બોલીવૂડમાં હિટ ફિલ્મની સિકવલ બનાવવાના વાયરા વચ્ચે વધુ એક સિકવલની ઘોષણા થઇ ચુકી છે. જોયા અખ્તરે વર્ષ ૨૦૧૧માં 'જિંદગી ના મિલેગી દોબારા' નામની ફિલ્મ આપી હતી. આ ફિલ્મ તે વખતે સુપરહિટ નિવડી હતી. હવે તે આ ફિલ્મની સિકવલ બનાવી રહી છે. હાલમાં જ જોયાની ફિલ્મ ગલ્લી બોય રિલીઝ થઇ છે, જેને દર્શકો અને વિવેચકોએ વખાણી છે. જોયા હવે નવી ફિલ્મની તૈયારીમાં લાગી ગઇ છે. જોયાએ કહ્યું હતું કે હું રિતીક રોશન સાથે ફરીથી કામ કરવા માટે બેચેન છું. મેં એ નક્કી કરી રાખ્યું છે કે હું ઝડપથી જિંદગી ના મિલેગી દોબારાની સિકવલ પર કામ શરૂ કરીશ. જો કે સોૈથી પહેલા તો મારે સારામાં સારી સ્ક્રિપ્ટ શોધવાની છે. કેટરીના કૈફ, ફરહાન અખ્તર, કલ્કી કોચલીન અને રિતીક રોશન મારા માટે ખાસ છે. આ માટે હું આ સિકવલ માત્ર પૈસા માટે બનાવવા ઇચ્છતી નથી. ફિલ્મમાં અભય દેઓલ પણ હતો.

 

(9:30 am IST)