Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

સંજય કપૂરની દિકરી પણ બોલીવૂડમાં આવવા તૈયાર

બોલીવૂડમાં અનેક સ્ટાર્સના સંતાનો કામ કરી રહ્યા છે અને નવા નવા સ્ટાર સંતાનોની સમયાંતરે એન્ટ્રી પણ થતી રહે છે. શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન, ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે, સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન પછી હવે સંજય કપૂરની દિકરી શનાયા કપૂર પણ બોલીવૂડમાં આવવા તૈયાર થઇ રહી છે. જો કે શાહરૂખની દિકરી સુહાનાએ બોલીવૂડમાં અભિનય ક્ષેત્રે આવતા પહેલા ઝીરો ફિલ્મના નિર્માણમાં આસીસ્ટન્ટ તરીકે કામ કર્યુ હતું. સંજય કપૂરની દિકરી શનાયા અને શાહરૂખની દિકરી સુહાના બંને બહેનપણી છે. હવે શનાયા પણ આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે કામ કરવા તૈયાર છે. સંજય અને તેની પત્નિ માહિપાએ તાજેતરમાં દિકરીની તસ્વીર પોસ્ટ કરી તેને અભિનંદન આપ્યા હતાં. સંજયએ કહ્યું હતું કે શનાયાને અભિનેત્રી બનવામાં રસ છે અને તે ખુબ મહેનત કરી રહી છે.

(9:28 am IST)