Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

હેપ્પી ફિર ભાગ જાયેગી ૨૪ ઑગષ્ટે થશે રજૂ

મુંબઇ: ફિલ્મ સર્જક મુદ્દસર અઝીઝની હિટ ફિલ્મ હેપ્પી ભાગ જાયેગીની સિક્વલ હેપ્પી ફિર ભાગ જાયેગીની રિલિઝ ડેટ મંગળવારે સાંજે જાહેર કરવામાં આવી હતી. ઓરિજિનલ ફિલ્મમંા લગ્ન સમયેજ નાસી જનારી હેપ્પીનો રોલ ડાયના પેન્ટીએ કર્યો હતો અને સિક્વલમાં પણ ડાયના આ રોલ કરી રહી છે. એની સાથે આ વખતે ટોચની અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ ચમકી રહી છે.  ડાયના અને સોનાક્ષી બંનેએ ટ્વીટર પર મૂકેલા સંદેશામાં ફિલ્મની રિલિઝ ડેટનો ઉલ્લેખ કર્યો હતો. સોનાક્ષીએ લખ્યું, નયી હેપ્પી કો મિલને કે લિયે તૈયાર હો જાઇયે... ૨૪ ઑગષ્ટ કો નયી હેપ્પી ફિર ભાગ જાયેગી ...આ રહી હૈ... ગાયક જેસ્સી ગિલની આ પહેલી હિન્દી ફિલ્મ છે. એ પણ પોતાની પહેલી ફિલ્મની રિલિઝ ડેટના મુદ્દે સારો એવો ઉત્તેજિત હતો. એણે પણ ટ્વીટર પર પોતાની ઉત્તેજના વ્યક્ત કરી હતી. આ ફિલ્મના અન્ય કલાકારોમાં અભય દેઓલ, અલી ફઝલ અને જિમી શેરગિલનો સમાવેશ થાય  છે. હેપ્પી ફિર ભાગ જાયેગી ૨૪ ઑગષ્ટે રજૂ થશે.

(7:52 pm IST)