Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

'હિન્દુસ્તાની'ની સિક્વલમાં નજરે પડશે સિંઘમ અજય દેવગણ

મુંબઈ: બોલીવુડના સિંઘમ સ્ટાર અજય દેવગણ સુપરહિટ ફિલ્મ હિન્દુસ્તાનીની સિક્વલમાં નજરે પડશે તેવી ચર્ચા થઇ રહી છે. વર્ષ 1996માં રજૂ થયેલ સુપરહિટ ફિલ્મ હિન્દુસ્તાનીમાં કમલ હસન, મનીષા કોઈરાલા અને ઉર્મિલા માતોંડકર મુખ્ય ભૂમિકામાં હતા.

ફિલ્મને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર અને ઘણાં એવૉર્ડ મેદ્ય હતા. ચર્ચા છે કે નિર્દેશક શંકર ફિલ્મની સિક્વલ બનાવવાનો પ્લાન કરી રહ્યા છે. આ સિક્વલમાં ફિલ્મમાં કમલ હસન સાથે અજય દેવગણ પણ જોવા મળવાનો છે. ફિલ્મમાં અજય દેવગણ પોલીસની ભૂમિકામાં  નજરે પડશે. હિન્દીમાં આ સિક્વલ હિન્દુસ્તાની-2 ના નામથી રિલીઝ થશે.

(6:00 pm IST)