Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પુણ્યતિથિ વિશેષ: મિસ ઇન્ડિયા બન્યા પછી 'નૂતન'એ કર્યું હતું ફિલ્મોમાં પહેલીવાર કામ

મુંબઈ: આજના સમયે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનાર સુંદરીઓને ફિલ્મોમાં કામ કરવાની તક સરળતાથી મળી જ્યાં છે. જયારે નૂતનને ફિલ્મોમાં કામ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરાવ્યો પડ્યો હતો. 4 જૂન 1936માં મુંબઈમાં જન્મેલ નૂતન( નૂતન સમર્થ)ને અભિનયની કળા વિરાસતમાં મળી હતી.

તેમની માતા શોભના સમર્થ જાણીતી અભિનેત્રી હતા. ઘરમાં ફિલ્મી માહોલમાં રહેનાર નૂતન હમેશા પોતાની માતા સાથે શૂટિંગ જતી હતી. નૂતને આના લીધે ફિલ્મો તરફ વધારે લગાવ હતો. નૂતને બાદ કલાકર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. નૂતને 1950માં હમારી બેટી દ્વારા બોલીવુડમાં અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. જેને માતા શીબુન દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. ત્યાર પછી નૂતને 'હમલોગ, શીશમ,નગીના અને શવબા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. નૂતને કેરિયમ પાંચ વખત ફિલ્મ ફેયર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. અંદાજે ચાર દાયકા સુધી ફિલ્મોમાં તેમને કામ કર્યું છે. 21 ફેબ્રુઆરી 1991ના રોજ આ દુનિયાને નૂતને અલવિદા કહ્યું.

(6:00 pm IST)