Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

૬૧ વર્ષની ઉંમરે પચીસ કિલો વજન ઘટાડયું સતીશ કૌશિકે

મુંબઇ તા. ર૧ :.. જાણીતા એકટર અને ફિલ્મમેકર સતીશ કૌશિકે ૬૧ વર્ષની ઉંમરે પચીસ કિલો વજન ઘટાડયું છે. સોશ્યલ મીડીયામાં તેમના નવા લુકનો ફોટો વાઇરલ થયો છે. વજન ઓછું થતાં તેમને છ ફિલ્મની ઓફર મળી છે. એમાં શાદ અલીની 'શૂરમા', આશુ ત્રિખાની 'વીરે કી વેડિંગ', ધર્મેન્દ્રની 'યમલા પગલા દીવાન ૩' અને 'નમસ્તે ઇંગ્લેન્ડ'નો સમાવેશ છે. છેલ્લા ૪૦ વર્ષથી કોઇ પણ પ્રકારના બ્રેક વિના સતીશ કૌશિક કામ કરી રહ્યા હતા અને તેથી તેઓ એનર્જેટીક મહેસુસ કરતા નહોતાં. આજકાલ બનતી ફિલ્મોમાં સ્ફુર્તિલા હોવું જરૂરી હોવાથી તેમણે અમેરિકાના એક ડોકટરને બતાવ્યું હતું અને તેમની ડાયટ ફોલો કરવાથી આ ચમત્કાર થયો હતો.

(4:22 pm IST)