Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રજનીકાન્તની 2.0 આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દોસ્તાંને નડશે?

મુંબઇ તા. ર૧: રજનીકાન્ત અને અક્ષયકુમારની ફિલ્મ 'ર.૦'ની રિલીઝ-ડેટ ર૭ એપ્રિલથી વધારીને આગળ ધકેલવામાં આવીસ છે અને એથી હવે એની ટકકર આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાં' સાથે થવાની શકયતા છે. સ્વતંત્રતા દિન કે દિવાળી વખતે આ ટક્કર સંભાવ્ય છે. વળી અક્ષયકુમારની ફિલ્મ 'ગોલ્ડ' તથા સ્વતંત્રતા દિને રિલીઝ થોવા થનગની રહી છે, પણ એ દિવસે કંગથના રનોટની 'મણિકર્ણિમા-ધ કવીન ઓફ ઝાંસી૩ રિલીઝ થવાની છે.

અક્ષયકુમારની 'પેડમેન' ૯ ફેબ્રુઆરીએ રિલીઝ થઇ છે અને ૧૦ દિવસમાં એનું બોકસ-ઓફિસ કલેકશન ૬પ કરોડ સુધી જ પહોંચ્યું છે. એથોી અક્ષયકુમાર માટે 'ગોલ્ડ' અથવા 'ર.૦' હિટ થવી જરૂરી છે. આમિર ખાન હવે ચીનમાં પણ વિખ્યાત છે અને તેની ફિલ્મો પ૦૦ કરોડથી વધારેનો બિઝનેસ ત્યાં કરે છે. એથી તેની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાં'ને સોલો રિલીઝ કરવાના પ્લાન ચાલી રહ્યા છે.

(3:37 pm IST)