Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ડિસેમ્બરમાં રિતીક-દિપીકા શરૂ કરશે શુટીંગ

સિધ્ધાર્થ આનંદ સાથે રિતીક રોશન ત્રીજી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ફાઇટર નામની આ ફિલ્મમાં તેની સાથે દિપીકા પાદુકોણ રોમાન્સ કરતી જોવા મળવાની છે. ફિલ્મનું નિર્માણ ખુબ મોટા પાયે કરવાની નિર્માતાઓની તૈયારી છે. અંદાજે અઢીસો કરોડના બજેટમાં ફિલ્મ બનાવવામાં આવશે તેવી ચર્ચા છે. બોલીવૂડની સોૈથી મોંઘી ફિલ્મ તે ગણાશે અને સોૈથી મોટી એકશન ફિલ્મમાં પણ સામેલ થશે. કહેવાય છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી આટલા મોટા બજેટમામં એકશન થ્રિલર ફિલ્મ બની નથી. રિતીક અને સિધ્ધાર્થ ફિલ્મમાં મોટા સ્તરે એકશન દ્રશ્યો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વોરની જેમ જ આ ફિલ્મમાં પણ દેશપ્રેમ અને દેશભકિત પણ હશે. ફિલ્મમાં રિતીક ઓનસ્ક્રીન વાયુસેનાના પાયલોટનો રોલ નિભાવશે. જો કે કહાની વાયેસેનાની આસપાસની નહિ હોય. આ વર્ષના ડિસેમ્બરમાં રિતીક-દિપીકા ફિલ્મનું શુટીંગ શરૂ કરશે. હાલમાં સિધ્ધાર્થ શાહરૂખ ખાન સાથેની પઠાનના શુટીંગમાં વ્યસ્ત છે.

(10:04 am IST)
  • પુલવામામાં 40 જવાનોની શહીદી ચૂંટણી જીતવાનું ભાજપનું ષડયંત્ર હતું : શિવસેનાના મુખપત્ર ' સામના ' માં સનસનીખેજ આરોપ : લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે 40 જવાનોનો ભોગ લીધો access_time 5:19 pm IST

  • ખેડુત આંદોલન મુદ્દે ઈન્દ્રનીલ રાજયગુરૂ અને પાલ આંબલીયાની સવારે અટકાયત બાદ સાંજે તેઓને છોડી મુકાયા બાદ ફરી તેઓ 'અકિલા' ચોકમાં ધરણા પર બેસતા ફરી અટકાયત : રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ - પોલીસ વચ્ચે પકડમ્ દાવ શરૂ : ફરી ધરણા પર બેઠેલા ઈન્દ્રનીલ સહિતના ખેડૂત આગેવાનોની અટકાયત કરી હેડ કવાર્ટર લઈ જવાયા : જયાં સુધી ખેડૂત આંદોલનની મંજૂરી નહિં મળે ત્યાં સુધી ધરણા કરવા ઈન્દ્રનીલ મક્કમ access_time 6:39 pm IST

  • બાયડન સપાટો બોલાવે છે: પાંચ લાખ ભારતીયોને નાગરિકત્વ આપવાનું શરૂ : અમેરિકાના પ્રમુખ બનતાવેંત જો બાયડન એક્શનમાં આવી ગયા છે અને પાંચ લાખ ભારતીય નાગરિકોને અમેરિકાનું નાગરિકપદ આપવાની શરૂઆત કરી દીધી છે. access_time 12:50 pm IST