Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ત્રણ ફિલ્મો માટે કામ કરી રહી છે જૈકલીન

શ્રીલંકન સુંદરી જૈકલીન ફર્નાન્ડીઝ બોલીવૂડમાં એક પછી એક ફિલ્મો થકી પોતાનું નામ બનાવી ચુકી છે. હાલમાં તેના હાથ પર ત્રણ ફિલ્મો છે. સોશિયલ મિડીયા પર પણ જૈકલીન સતત સક્રિય રહે છે. તે અવાર-નવાર અહિ વર્કઆઉટ સહિતના ફોટો, વિડીયો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ તેણે વ્હાઇટ ડ્રેસ સાથેની અત્યંત બોલ્ડ અંદાજ ધરાવતી તસ્વીરો પોસ્ટ કરી હતી. આ તસ્વીરો કોઇ ફોટોશૂટનો ભાગ નહોતી, પણ તેના નવા પ્રોજેકટના ભાગ રૂપેની આ તસ્વીરો હતી. જૈકલીન સોશિયલ મિડીયા પર સતત એકટીવ રહેતી હોવાથી ઇંસ્ટાગ્રામ પર તેના ૪૭.૪ મિલિયન ફોલોઅર્સ છે. વર્ષ ૨૦૦૯માં બોલીવૂડમાં અલ્લાઉદ્દીન ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનારી જૈકલીન પણ સલમાન ખાનને સારો મિત્ર ગણે છે. તેની કારકિર્દીમાં સલમાનનો ખુબ સહકાર રહ્યો છે. હાલમાં તે બચ્ચન પાંડે, કિક-૨ અને સર્કસ જેવી ફિલ્મો કરી રહી છે.

(10:03 am IST)