Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રણબીર સાથેની ફિલ્મથી શ્રધ્ધા કપૂર ઉત્સાહિત

અભિનેત્રી શ્રધ્ધા કપૂર હવે લવરંજનની એક ફિલ્મ કરી રહી છે. લવ રંજન અગાઉ પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટૂ કી સ્વીટી જેવી હિટ ફિલ્મો આપી ચુકયા છે. શ્રધ્ધાની ખુશી એ કારણે વધી ગઇ છે કે તે આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે કામ કરી રહી છે. શ્રધ્ધા ખુબ જ રોમાંચીત છે. તેણે કહ્યું હતું કે હું રણબીર કપૂર સાથે લવ રંજનની ફિલ્મ કરી રહી છું. મને લવની અગાઉની ફિલ્મો ખુબ પસંદ પડી હતી. હવે તેની ફિલ્મમાં હું પોતે કામ કરી રહી છું. રણબીર સાથે કામ કરવાનું હોઇ મારી ઉત્તેજતા વધી ગઇ છે. રણબીર આ જનરેશનના સારામાં સારા એકટર છે. આ પહેલા મને કદી પણ તેની સાથે ફિલ્મ ઓફર થઇ નહોતી. લવની ફિલ્મ માટે ઓફર મળતાં જ હું ખુશ થઇ ગઇ હતી. શ્રધ્ધા આ ફિલ્મના શુટીંગમાં માર્ચ મહિનામાં જોડાશે. હાલમાં તે વરૂણ સાથેની એબીસીડી થ્રીડીના પ્રમોશનમાં વ્યસ્ત છે.

(10:23 am IST)