Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

પંકજે વર્ણવી સંઘર્ષની વાતઃ આજે અનેક ફિલ્મો હાથ પર

બોલીવૂડમાં પંકજ ત્રિપાઠી આજે એવો અભિનેતા બની ગયો છે જેની પાસે ભરપુર કામ છે. અભિનય થકી તે ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝમાં પણ સતત કામ કરી રહ્યો છે. પંકજે મિર્ઝાપુરમાં કાલીન ભૈયાનો રોલ નિભાવી વાહ-વાહ મેળવી હતી. તેણે તાજેતરમાં કબુલ્યું હતું કે સંઘર્ષના દિવસોમાં હાલત ખુબ ખરાબ હતી. પત્નિની કમાણીથી પેટ ભરવું પડતું હતું. મારી પાસે કામ નહોતું ત્યારે પત્નિ મુંબઇની એક સ્કૂલમાં ભણાવીને ઘર ચલાવતી હતી. પંકજે એ પણ કહ્યું હતું કે મારા સંઘર્ષના દિવસો બહુ દુઃખભર્યા નહોતાં. મારે સ્ટ્રીટ લાઇટ નીચે બેસવું પડ્યું નહોતું કે રેલ્વે સ્ટેશને સુવુ પડ્યું નહોતું. પણ એક રૂમવાળા નાનકડા મકાનમાં રહેવું પડ્યું હતું. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનયનો અભ્યાસ કરી ચુકેલા પંકજને ફિલ્મોમાં કામ મેળવવામાં ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. તેની પહેલી ફિલ્મ અભિષેક બચ્ચન સાથે રન હતી. એ પછી ગેંગ્સ ઓફ વાસેપૂર, ફૂકરે, ન્યુટન, બરેલી કી બરફી, સ્ત્રી, લૂકાછુપી સહિતની શાનદાર ફિલ્મો આપી છે. હવે પછી તે મુંબઇ સાગા, ૮૩, લૂડો, ગુંજન સકશેના-ધ કારગિલ ગર્લ, અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ, મિમી, અંગ્રેજી માધ્યમ, શકિલા સહિતની ફિલ્મો કરી રહ્યો છે.

(10:22 am IST)