Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સલમાનની ફિલ્મમાં બબ્બે હિરોઇન

સલમાન ખાન હવે આગામી ફિલ્મ 'કભી ઇદ કભી દિવાલી'નું કામ કરી રહ્યો છે. સાજીદ નડિયાદવાલા આ ફિલ્મના નિર્માતા છે. સલમાન અને સાજીદની દોસ્તી આમ પણ જાણીતી છે. બંનેએ મળીને અનેક હિટ ફિલ્મો આપી છે. સલમાન ખાન કિક-૨ પણ સાજીદને કારણે કરી રહ્યો છે. કભી ઇદ કભી દિવાલી ફિલ્મમાં હિરોઇન કોણ હશે? તેની ચર્ચાઓ શરૂ થવાની સાથે એક નહિ પણ બે હિરોઇનના નામ સામે આવી ગયા છે. એક તો જૈકલીન ફર્નાન્ડીઝ છે અને બીજી ક્રિતી સેનનનું નામ નક્કી થયું છે. સાજીદ નડિયાદવાલા કેમ્પમાં જૈકલીન અને ક્રિતીનું  સ્થાન ખાસ છે. આ બંને સાજીદની સાથે ઘણી ફિલ્મો કરી ચુકી છે. ક્રિતીનું નામ તો આ ફિલ્મ માટે પાક્કુ જ જણાય છે. જૈકલીન કીક-૨નો પણ ભાગ છે. હવે તે આ ફિલ્મમાં પણ જોડાઇ શકે છે. આમ સલમાન સાથે એક નહિ પણ બે હિરોઇન કામ કરશે તેવી ચર્ચા થઇ રહી છે. સલમાન ખાનની દબંગ-૩ ડિસેમ્બરમાં આવી હતી. જો કે આ ફિલ્મ અગાઉની સલમાનની ફિલ્મોની જેમ ધડાકો કરી શકી નથી.

(10:22 am IST)