Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કપિલ શર્માના ગેસ્ટ બની સાનિયા મિર્જાની બહેન અનમ મિર્જા.

મુંબઈ: ટેલીવિઝનનો સુપરસ્ટાર કૉમેડિયન કપિલ શર્મા અત્યારે વ્યસ્ત છે. કપિલ શર્માનાં શૉ ‘કપિલ શર્મા શૉ’ની બીજી સીઝનમાં સેલીબ્રેટી સતત પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવા આવી રહ્યા છે. કપિલ શર્માનાં શૉમાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેની બહેન અનમ મિર્ઝા જોવા મળશે. કપિલનાં સેટ પરથી એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સાનિયા કપિલની મજાક કરતી જોવા મળી રહી છે. એક વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે સાનિયા શૉમાં જતા પહેલા તૈયાર થઇ રહી છે અને વિડીયોને અનમ શૂટ કરી રહી છે. સાનિયા શૉમાં જવા માટે કેટલી એક્સાઇટેડ છે તે તેની સ્માઇલ પરથી ખબર પડે છે. સાનિયા મિર્ઝાની બહેન અનમ એક ફેશન ડિઝાઇનર છે. અનમ પહેલીવાર કોઈ ટીવી શૉમાં જોવા મળશે. સાનિયાએ દરમિયાન અનમનો એક વિડીયો બનાવ્યો છે જેમાં તે અનમને પુછી રહી છે કે, “તુ નર્વસ છે?”

 

(6:13 pm IST)