Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

અેશા દેઓલે સોશ્યલ મીડિયા પર અનોખી રીતે પ્રેગનેન્‍સીની જાહેરાત કરીઃ પુત્રી રાધ્યાનો ફોટો પોસ્ટ કરી તેણે લખ્યું, “હું હવે મોટી બહેન બનવાની છું.”

બીજી વાર પ્રેગનેન્ટ છે ઈશાઃ મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી અેશા દેઓલે સોશિયલ મીડિયા પર અનોખી રીતે પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી. તેની પુત્રી રાધ્યાનો ફોટો પોસ્ટ કરી તેણે લખ્યું, “હું હવે મોટી બહેન બનવાની છું.”

ઉલ્લેખનીય છે કે એશાએ ઓક્ટોબર 2017માં રાધ્યાને જન્મ આપ્યો હતો. એશા માતૃત્વનો પૂરેપૂરો આનંદ માણી રહી છે. તેણે જણાવ્યું હતું કે તે અને પતિ ભરત હવે કમ્પ્લીટ ફીલ કરી રહ્યા છે. આ સાથે જ તેની દીકરીમાં તેને પોતાની ઝલક દેખાય છે.

દીકરી રાધ્યા કેવી છે એ અંગે વાત કરતા એશાએ જણાવ્યું તેને બળજબરીથી કંઈ ન કરાવીએ ત્યાં સુધી તે ખુશખુશાલ હોય છે. ઘણીવાર તે એક આઈબ્રો ઊંચી કરીને મને એવો લૂક આપે છે કે મને દેઓલ ખાનદાનની યાદ આવી જાય છે. મને એવું લાગે છેકે જાણે હું અરીસામાં જ જોઈ રહી છું.

(5:03 pm IST)