Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ડાન્સર શકિત મોહનને મળ્યો ફિલ્મમાં રોલ

ટીવી પરદાના રિયાલીટી શોમાં ભાગ લેનારા ઘણા સ્પર્ધકોને બોલીવૂડ સુધી પહોંચવાનો રસ્તો મળી જતો હોય છે. ઝી ટીવીના ડાન્સ ઇન્ડિયા ડાન્સ શો થકી જાણીતી બનેલી ડાન્સ શકિત મોહનના પણ નસિબ ચમકયા છે. તેણે ઝલક દિખલા જા શોમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત પદ્માવત ફિલ્મ માટે એક ગીતની કોરીયોગ્રાફીનું કામ પણ તેને મળ્યું હતું. હવે શકિત મોહન અભિનય ક્ષેત્રે કારકિર્દી શરૂ કરશે. રેમો ડિસૂઝાની ફિલ્મ 'એબીસીડી-૩' બની રહી છે. આ ફિલ્મમાં વરૂણ ધવન અને શ્રધ્ધા કપૂરની મુખ્ય જોડી છે. હવે શકિત મોહનને પણ મહત્વનો રોલ મળ્યો છે. શકિતએ કહ્યું હતું કે હું એબીસીડી-૩ સાથે જોડાઇને ખુબ ઉત્સાહીત છું. ફિલ્મના પહેલા શેડ્યુલનું શુટીંગ લંડનમાં થશે. રેમોની આ ફિલ્મ ૮ નવેમ્બર ૨૦૧૯ના રિલીઝ થશે.

 

(9:47 am IST)