Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

રણબીર કપૂરની ૨૫૦ કરોડની ફિલ્મ આવશે ડિસેમ્બરમાં

રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું કામ લગભગ પુરૂ થઇ ગયું છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને મોૈની રોય જેવા સ્ર્ટાર છે. ફિલ્મનું નિર્દેશન રણબીરના ખાસ મિત્ર અયાન મુખર્જીએ કર્યુ છે. અયાન અગાઉ રણબીર સાથે વેક અપ સીડ અને યે જવાની હૈ દિવાની જેવી હિટ ફિલ્મો આપી ચુકયો છે. બ્રહ્માસ્ત્ર ૨૫૦ કરોડના ખર્ચે બની છે. બે ભાગમાં આ ફિલ્મ બનાવાઇ છે. રણબીર અને અયાનની કારકિર્દીની આ સોૈથી મોંઘી ફિલ્મ છે. કરણ જોહરે આ ફિલ્મનું નિર્માણ કર્યુ છે. આ ફિલ્મને ક્રિસમસ પર રિલીઝ કરવાની યોજના છે. તહેવારની રજાઓમાં ફિલ્મોને વધુ ફાયદો થતો હોય છે એ જાણીતી બાબત છે. બીજી તરફ સલમાન ખાનની દબંગ-૩નું કામ પણ શરૂ થવાનું છે અને એ ફિલ્મ પણ આ વર્ષે ક્રિસમસની રજામાં રિલીઝ થવાની શકયતા છે. આ જોતાં સલમાન અને રણબીરની ફિલ્મો વચ્ચે ટક્કર થાય તેવું જણાય છે. જો કે દબંગ-૩નું શુટીંગ પણ હજુ શરૂ થયું નથી.

(9:47 am IST)