Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ચાર દોસ્તોની કહાની... આવતા મહિને પરદા પર

રાજશ્રી પ્રોડકશનની ફિલ્મ 'દોસ્તી' ૧૯૬૪માં આવેલી શ્રેષ્ઠ ફિલ્મો પૈકી એક હતી. દોસ્તીની કહાની ધરાવતી ફિલ્મો લોકોને સતત આકર્ષતી હોય છે. વધુ એક વખત ચાર દોસ્તોની કહાની ફિલ્મ 'હમચાર' થકી મોટા પરદે આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. જેમાં મિત્ર પણ પરિવારમાં સામેલ હોય છે તેનો સંદેશો અપાયો છે. ફિલ્મની કહાની ચાર યુવાઓની દોસ્તી પર આધારીત છે. પણ કોલેજ જીવન પછી આ મિત્રો અલગ પડી જાય છે. બધા એક બીજાની વાતોનું ધ્યાન રાખે છે પણ કોઇ કોઇની સાથે વાત કરતું નથી. પણ બાદમાં ગેરસમજ સામે આવે છે અને એક બીજાની ભુલો દેખાય છે. ટ્રેલરની શરૂઆત 'મેરી દોસ્તી મેરા પ્યાર' ગીતની પંકિતથી થાય છે. જેમાં જુની ફિલ્મ દોસ્તીના વિઝયુઅલ પણ છે. ૧૫મી ફેબ્રુઆરીથી આ ફિલ્મ રિલીઝ થશે. નિર્દેશક અભિષેક દિક્ષીતની આ ફિલ્મમાં સિમરન શર્મા, તુષાર પાંડે, પ્રિત કામાણી અને અંશુમાન મલ્હોત્રાની મુખ્ય ભૂમિકા છે.

(9:46 am IST)