Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મને ઓટીટીની અભિનેત્રી પણ કહી શકાયઃ શ્રીયા

અભિનેત્રી શ્રીયા પિલગાંવકરે કારકિર્દીની શરૂઆત પાંચ વર્ષ પહેલા શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ફેનથી કરી હતી. તેના અભિનયના સોૈએ વખાણ કર્યા હતાં. એ પછી તે સતત આગળ વધી રહી છે. વેબ સિરીઝ મિરઝાપુર અને હાઉસ એરેસ્ટની શ્રીયાની એકટીંગે સોૈને આંજી દીધા હતાં. હવે તે અનેક ભાષામાં બનેલી ફિલ્મ હાથી મેરે સાથીમાં રિપોર્ટરના રોલમાં છે. આ રોલ વિશે શ્રીયા કહે છે કે અનેક અવરોધો, આડખીલીઓ પાર કરીને બલદેવ (રાણા દગ્ગુબાતી)ને હાથીઓને ન્યાય મળે તે માટે મારું પાત્ર તેને સતત મદદ કરે છે. આ એક બહાદુર છોકરી છે. અભિનેત્રી તરીકે મને દરેક પાત્રો ભજવવાની તક મળી રહી છે. શ્રીયા આગળ કહે છે ઓટીટી પર મેં ખુબ ઘણું કામ કર્યુ છે. આથી લોકો મને ઓટીટીની અભિનેત્રી પણ કહી શકે છે. પણ મને લાગે છે કે લોકોના વિચારો બદલવા જોઇએ. સાઉથની ફિલ્મો કરવામાં પણ મને વાંધો નથી. હાથી મેરે સાથી એ બહુભાષી ફિલ્મ છે. આ કામ કરવું ખુબ પડકારરૂપ હતું. મને અલગ ભાષા બોલવામાં ખુબ મજા આવી હતી. ઉતાવળથી હું સંવાદ બોલવામાં ભુલ પણ નહોતી કરતી.

(10:24 am IST)
  • ' વધારવી હોય તો રોજગારી વધારો દાઢી નહીં ' : મહારાષ્ટ્રમાં ચાની લારી ચલાવતા અનિલ મોરે નામક શખ્સે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દાઢી કરાવવા 100 રૂપિયાનું મનીઓર્ડર મોકલ્યું : લોકડાઉનને કારણે છેલ્લા દોઢ વર્ષથી ધંધો બંધ છે : એક ચાયવાળો બીજા ચાયવાળાની મુશ્કેલી નહીં સમજી શકે તો બીજું કોણ સમજશે ? : મનીઓર્ડર સાથે મેસેજ મોકલ્યો access_time 11:01 am IST

  • પુરીમાં જગન્નાથ પુરીની રથયાત્રા આ વર્ષે પણ નહિં યોજાય : ઓડીશા સરકારનો નિર્ણય કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે આયોજન થશે : રથાયાત્રાને ભક્તો વગર ફક્ત સેવકોની સાથે જ કાઢવામાં આવશે. તેની સાથે જ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ અને વેક્સિન લગાવી ચુકેલા સેવક જ યાત્રામાં સામેલ થઈ શકશે : આવતા મહિને ૧૨ જુલાઈઍ પુરીમાં રથ યાત્રા યોજવામાં આવશે : દૂરદર્શન પર લાઈવ પ્રસારણ થશે, જેથી લોકો ઘરમાં જ દર્શન કરી શકે access_time 5:48 pm IST

  • દુનિયાભરમાં અશાંતિ ફેલાવનાર ચાઇના પર હવે ઘાતક H5N8 બર્ડ ફલૂ એ ટકોરા માર્યા : ચીનના ઝાંક્ષી પ્રાંતમાં H5N8 બર્ડ ફલૂ ફેલાયાની ચીની સરકારે પુષ્ટિ કરી (ન્યૂઝફર્સ્ટ) access_time 9:26 pm IST