Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સાન્યાએ વાહ વાહી મેળવીઃ વધુ બે ફિલ્મો હાથ પર

દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રાએ એક પછી એક ફિલ્મોમાં પોતે દરેક પ્રકારના રોલ નિભાવી શકે છે તેવું સાબિત કરી દીધું છે. તાજેતરમાં આવેલી તેની ફિલ્મ પગલૈટમાં તેના અભિનયના સતત વખાણ થઇ રહ્યા છે. સાન્યાની કારકિર્દીમાં આ ફિલ્મને કારણે નવો વળાંક આવ્યો છે. આ પ્રકારની ફિલ્મોને એકલા હાથે સંભાળવી એ અનેક પડકારોનો સામનો કરવા જેવું હોય છે. સાન્યાએ ફરી એક વખત પોતાને સાબિત કરી છે. ફિલ્મની વ્યાપક સફળતાથી અભિનેત્રી અત્યંત ખુશ છે. તેણે નિર્માતાઓનો પણ આભાર માન્યો હતો. ચાહકો બોલીવૂડ ઇન્ડસ્ટ્રી તેને સતત પગલૈટના રોલ માટે અભિનંદન આપી રહ્યા છે. તે કહે છે આ ફિલ્મને મળેલી સફળતા મને વધુ ને વધુ આવી ભુમિકાઓ કરવા માટે પ્રોત્સાહીત કરશે. પગલૈટમાં સાન્યા અગાઉ કદી નહિ જોવા મળેલા કોમિક અવતારમાં છે. સાન્યાએ પોતાના અશ્વિસનિય પ્રદર્શનથી દર્શકો અને વિવેચકોને સ્તબ્ધ કર્યા છે. હવે પછી તે વિક્રાંત મૈસી સાથે લવ હોસ્ટેલ અને અભિમન્યુ દાસાની સાથે મિનાક્ષી સુંદરેશ્વરમાં જોવા મળશે.

(10:11 am IST)
  • રાજકોટ જિલ્લામાં માતેલા સાંઢની જેમ ધુણતો કોરોના : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 395 અને ગ્રામ્યમાં 95 સાથે કુલ ઓલટાઈમ રેકર્ડબ્રેક 490 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો જબરદસ્ત ભયજનક સ્થિતિમાં મુકાયા access_time 8:10 pm IST

  • નક્સલવાદીઓએ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 3 એપ્રિલે એન્કાઉન્ટર બાદથી જે ભારતીય જવાનને કબ્જે કર્યો છે, તે જવાનનો ફોટો રિલીઝ કર્યો. access_time 1:20 pm IST

  • મધ્યપ્રદેશના તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ : દર રવિવારે લોકડાઉન : છીંદવાડા જિલ્લામાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ : શાજાપુરમાં રાત્રે 8 વાગતાથી બે દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ : તમામ સરકારી ઓફિસો મહિના સુધી સપ્તાહમાં પાંચ દિવસ ખુલશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 12:39 am IST