Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

વરૂણ ધવન અને નતાશાએ અરુણાચલના આગ પીડિતોને કર્યું દાન

મુંબઈ: બોલીવુડ અભિનેતા વરૂણ ધવન અને તેની પત્ની નતાશા દલાલે અરુણાચલ પ્રદેશના તિરપ અને લોંગડીંગ જિલ્લામાં આગના પીડિતોને રાહત આપવા 1 લાખ રૂપિયા દાન આપ્યા છે. અભિનેતા વરૂણ ધવન તેની આગામી ફિલ્મ 'ભેડિયા'ના શૂટિંગમાં રાજ્યમાં વ્યસ્ત છે. તેમણે દાનની રકમ લોઅર સુબાનસિરી જિલ્લાના ડેપ્યુટી કમિશનર સોમચા લોવાંગને સોંપી. વરુણ હાલમાં અમર કૌશિકની ફિલ્મ 'ભેડિયા'નું શૂટિંગ કરી રહ્યો છે, જેમાં કૃતિ સનન, અભિષેક બેનર્જી અને દિપક ડોબરિયલ પણ છે. આ થ્રિલર ફિલ્મ નેશનલ એવોર્ડ વિજેતા નીરેન ભટ્ટે લખી છે. તે 14 એપ્રિલ, 2022 ના રોજ રજૂ થશે.

(5:00 pm IST)