Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

જાનવરો પ્રત્યે વધુ જાગૃકતા જરૂરીઃ ઉત્કર્ષા નાઇક

અભિનેત્રી ઉત્કર્ષા નાઇક હમેંશા પોતાના ચાહકોને જાનવરોની મદદ કરવા માટે પ્રેરણા આપતી રહે છે. ઉત્કર્ષાએ લોકડાઉન વખતે જાનવરોની ખુબ દેખભાળ રાખી હતી. દંગલના ટીવી શો પ્રેમબંધનમાં ભુમિકા નિભાવી રહેલી ઉત્કર્ષાને જાનવરો પ્રત્યે ખુબ જ પ્રેમ છે. તે ટીવી શોના સેટ પર પણ જાનવરો સાથે ભોજન કરતી અને તેની સાથે સમય પસાર કરતી જોવા મળી જાય છે. તે મહાત્મા ગાંધીના કથનનું ઉદાહરણ આપતા કહે છે કે કોઇપણ રાષ્ટ્રની સ્થિતિનો અંદાજ તેના જાનવરોની સ્થિતિ જોઇને લગાવી શકાય છે. ઉત્કર્ષા ઉકળાટ ઠાલવતા કહે છે કે ભારત દેશમાં સરકારે જાનવરો પ્રત્યે પણ કંઇક વધુ કરવાની જરૂર છે. ગાય, પક્ષી, કૂતરા કે પછી બીજા કોઇપણ જાનવર હોય તેના પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. પણ આજે અહિ બધા પ્રકૃતિથી દૂર ભાગવા ઇચ્છે છે. વર્તમાન પેઢી પણ આનાથી દૂર જઇ રહી છે એ ચિંતાજનક છે. હું વ્યકિતગત રીતે આ બાબતે જાગૃકતા ફેલાવવા ઇચ્છુ છું અને લોકો પણ જાગૃત થાય તેવી ઇચ્છા છે.

(10:10 am IST)