Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

આવતા વર્ષે આવશે 'એક વિલન-રિટર્ન્સ'

એક વિલન ફિલ્મ જે તે વખતે સુપરહિટ રહી હતી. ૨૦૧૪માં આવેલી આ ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રા, શ્રધ્ધા કપૂર અને રિતેશ દેશમુખની મુખ્ય ભુમિકા હતી. હવે મોહિત સૂરી એક વિલન રિટર્ન્સ  બનાવી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે ૨૦૨૨ની અગિયારમી ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂર અને ભુષણ કુમાર કરી રહ્યા છે. એક વિલનની આ સિકવલમાં જોન અબ્રાહમ,  અર્જૂન કપૂર અને દિશા પટાની તથા તારા સુતારીયા મુખ્ય ભુમિકાઓ નિભાવશે. જોન અને અર્જુને એક વિલન રિટર્ન્સનું પોસ્ટર ઇંસ્ટાગ્રામ પર મુકીને લખ્યું હતું કે આ સ્ટોરીની હીરો વિલન છે. દિશા પટાની અને તારા સુતારીયાએ પણ કેપ્શનમાં લખ્યું હતું કે તમને ફરિયાદની તક નહિ મળે. ૨૦૨૨ની ૧૧મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. મોહિતે લખ્યું હતું કે હીરોની સ્ટોરી તો બધા જાણે છે, પણ વિલનની?  મોહિત બોલીવૂડમાં હિટ ફિલ્મો આપવા માટે જાણીતો છે. ત્યારે ચાહકોને વધુ એક રોમાંચક ફિલ્મ મળશે તેમાં શંકા નથી.

(10:20 am IST)
  • ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમને ૬ મહિનાનું ઍક્સટેન્સન મળી રહ્નાના અહેવાલો મળી રહ્ના છે access_time 4:31 pm IST

  • કોરોના રસી મુકાવો નહીંતર કવોરન્ટાઇન લીવ ભૂલી જાવ : પંજાબ સરકારની ચેતવણી :રસી નહિ મુકાવનાર હેલ્થ વર્કર્સે પોતાની સારવારનો ખર્ચ જાતે ભોગવવો પડશે access_time 3:44 pm IST

  • અજીબ છે આ રેલવે સ્ટેશન : અહીં ટિકિટ લેવા જવું પડે છે મહારાષ્ટ્ર અને ટ્રેન પકડવા માટે ગુજરાત પહોંચવું પડે : બે રાજ્યોની વચ્ચે આવ્યું છે નવાપુર રેલવે સ્ટેશન: ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા સ્પર્શતું એકમાત્ર રેલવે સ્ટેશન : સ્ટેશને બેન્ચનો અડધો ભાગ મહારાષ્ટ્ર અને અડધો હિસ્સો ગુજરાતમાં છે access_time 9:25 am IST