Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

અજય દેવગણની ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ હોટસ્ટાર પર રિલીઝ થશેઃ ૩ નવા પોસ્ટર રિલીઝ

મુંબઇ: બોલિવૂડ અભિનેતા અજય દેવગણે પોતાની અપકમિંગ ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે. 29 જૂનના રોજ અજય દેવગણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પરથી ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના ત્રણ નવા પોસ્ટર રિલીઝ કરીને ફેન્સને આ ખુશખબર આપી દીધા છે.

અજય દેવગણે પોતાના નવા પોસ્ટર સાથે સંજય દત્તનો ફર્સ્ટ લૂક પણ શેર કર્યો છે. જેમાં સંજય દત્ત મોટી મોટી મૂછોમાં જોવા મળે છે. અજય દેવગણે સંજય દત્તનું પોસ્ટર રિલીઝ કરતા લખ્યું છે કે ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાનો સંજય દત્તનો ફર્સ્ટ લૂક આ રહ્યો. તૈયાર રહો મિત્રો, ફર્સ્ટ ડે, ફર્સ્ટ શોની હોમ ડિલિવરી માટે....

કોરોના વાયરસના કારણે થિયેટરોમાં રિલીઝ નહીં થાય ફિલ્મ

અજય દેવગણે કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનને લીધે ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાને ઓટીટી પર રિલીઝ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા 3 મહિનાથી ભારત દેશના તમામ થિયેટરો બંધ પડ્યા છે. જેના કારણે ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના મેકર્સે પોતાની ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

(5:31 pm IST)
  • કરાચી સ્ટોક શેરબજારમાં હુમલો કરનાર તમામ આતંકી ઠાર મરાયાઃ કરાચી ખાતે પાકિસ્તાન શેરબજારમાં તમામ ચાર ત્રાસવાદીઓને ફુંકી મારવામાં આવ્યા છેઃ ડોન અખબારના કહેવા પ્રમાણે બે નાગરીકો માર્યા ગયા છેઃ પોલીસ અને પાકિસ્તાન રેંજરે આતંકી હુમલા પછી તુરત દોડી આવીઃ તમામ ચારેયને ફુંકી માર્યા હતાઃ પોલીસ સર્જન ડો. કરાર અહેમદ અબ્બાસીના કહેવા પ્રમાણે હોસ્પિટલ ઉપર પાંચ મૃતદેહો અને પોલીસ ઓફીસર સહિત સાત ધવાયેલાઓને ડો. રૂથ સીવીલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે access_time 12:46 pm IST

  • બોટાદના બરવાળા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: ભીમનાથ અને પોલારપુર ચોકડી વિસ્તારમાં વરસાદ: નભોઈ અને પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ: વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી: ખેડૂતોમાં ખુશીની લહેર access_time 9:37 pm IST

  • ગોંડલ શહેર અને પંથકમાં વરસાદ:ગોંડલના દેરડી, હડમતાળા, સહિતના આસપાસના વિસ્તારોમાંગાજ વીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ :ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી:ખેડૂતો માં હરખની હેલી access_time 4:34 pm IST