Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

છેલ્લો દિવસ ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકરનો જન્મદિનઃ વિરલ શાહે ત્રીજી ફિલ્મ બનાવવાની બર્થ-ડે ગિફટ આપી

અમદાવાદઃ છેલ્લો દિવસ ફિલ્મથી ખુબ લોકપ્રિયતા મેળવનારા ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરનો આજે જન્મદિવસ છે. ર૮ મી જુન ૧૯૯૦ ના રોજ મલ્હારનો જન્મ થયો હતો. આજના દિવસે તેમને જાણીતા ડિરેકટર વિરલ શાહે અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ સાથે જ તેમણે સોશિયલ મિડીયા પર મલ્હાર ઠાકર સાથે ત્રીજી ફિલ્મ 'આજના સમાચાર' બનાવવાની જાહેરાત કરી આ અગાઉ વિરલ શાહે મલ્હાર સાથે 'મીડનાઇટસ વીથ મેનકા' અને 'ગોળકેરી' ફિલ્મો બનાવી હતી. ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું કે અગાઉની જેમ જ આ ફિલ્મ વિશે પણ કોઇ યોજના નહતી. મલ્હાર અને હું ખાલી વાતો કરી રહ્યાં હતા કે હાલના દિવસોમાં ન્યુઝ ચેનલો કેવી રીતે ટીઆરપી મેળવે છે આ વાતોમાંથી આઇડિયા નીકળ્યો. એક ક્ષણે અમે અટકી ગયા અને બંને બોલી પડયા...ત્રીજી ફિલ્મ ?

(6:08 pm IST)