Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રિશી કપૂરને યાદ કરી ભાવુક બની નીતુસિંહ : પોસ્ટ શેર કરી

મુંબઈ, તા. ૨૯ : નીતૂએ પતિ સાથેની એક તસવીર શેર કરી હતી. તસવીર સાથે નીતૂએ  કેપ્શનમાં લખ્યુ હતું કે, 'નાની હોય કે મોટી, દરેક મનમાં પોત-પોતાની લડાઈ લડતા હોઈએ છીએ. તમારી પાસે સુખ-સુવિધાથી ભરપૂર એક મોટું ઘર હોય તેમ છતાંય તમે દુઃખી હોઈ શકો છો તો બીજી બાજુ કંઈ જ ના હોય છતાંય તમે સૌથી વધુ ખુશ રહી શકો છો. આ બધું આપણાં મનમાં જ રહેલું છે. તમામને એક મજબૂત મનની જરૂર છે અને આવતીકાલ સારી હોય તેવી આશાની.. આભાર.. આશા સાથે જીવો. મહેનત કરો.. તમારા લોકોની કદર કરો, તે જ તમારી સૌથી મોટી સંપત્તિ છે.'

(3:47 pm IST)