Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ફરીથી ફિલ્મી પરદે જોવા મળશે અમર ઉપાધ્યાય

ટીવી શો કયોં કી સાસ ભી કભી બહૂ થીમાં તુલસી વિરાણીના પતિ મિહિર વિરાણીનો રોલ નિભાવી સ્ટાર બની ગયેલો અમર ઉપાધ્યાય આ શો થકી મળેલી નામનાને કારણે બોલીવૂડની ફિલ્મોમાં પણ પહોંચ્યો હતો. જો કે ફિલ્મોમાં તેને ખાસ સફળતા ન મળતાં ફરીથી ટીવી પરદે પહોંચ્યો હતો. અમર ઉપાધ્યાયની દિકરી ચેનાબ પણ હવે કોલેજમાં અભ્યાસ કરે છે. અમરની દિકરી સાથેની તસ્વીરો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ હતી. ૯૯૩-૯૪માં કોમેડી શો દેખ ભાઇ દેખ થકી કારકિર્દી શરૂ કરનાર અમરને ૨૦૦૦-૨૦૦૨માં મિહિર વિરાણીના પાત્રએ રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો.

અમરને  એક પુત્ર પણ છે, તેનું નામ આર્યમન છે. અમરની પત્નિનું નામ હેતલ છે.  અમરે કયોં કી સાસ ભી કભી બહુ થી શો બાદમાં છોડી દીધો હતો અને બીજા ટીવી શો કર્યા હતાં. અમરની દિકરી હાલમાં વિલે પાર્લેની કોલેજમાં અભ્યાસ કરી રહી છે. અમર હવે ફરીથી બોલીવૂડના પરદે દેખાશે. તે ભૂલભૂલૈયા-૨માં ખાસ રોલ નિભાવી રહ્યો છે. છેલ્લે તે સિંગરદાન નામની વેબ સિરીઝમાં દેખાયો હતો.

(9:37 am IST)