Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

વતનથી મુંબઇ પહોંચ્યો અમિત

કોરોનાનું લોકડાઉન સોૈને નડ્યું છે. જો કે હવે વાહન વ્યવહાર ધીમે ધીમે શરૂ થઇ રહ્યો છે અને છુટછાટ મળવા માંડી છે. અભિનેતા અમિત સાધ લોકડાઉન વખતે તેના ગામડામાં હતો. હવે તે ત્યાંથી ફરી વખત મુંબઇ પહોંચ્યો છે. અમિત ગામડેથી મુંબઇ આવવા નીકળતો હોય તેવી તસ્વીરો પણ તેણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. તેણે મિત્રોથી વિદાય લઇ રહ્યો હોય તે તસ્વીરો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે સ્કૂલના કાળમાં એક મિત્ર હમેશા મારા માટે લંચ બોકસ લાવતો હતો. આજે હું ગામડેથી કર્મભુમિ મુંબઇ તરફ જઇ રહ્યો છું ત્યારે ફરીથી એ દોસ્ત ડબ્બો લાવ્યો છે. જેમાં સુકીભાજી, પુરી અને હલવો છે. અમિત સાધ  ૨૦૧૦થી બોલીવૂડમાં અભિનય ક્ષેત્રે સક્રિય છે. તેની પહેલી ફિલ્મ ફૂંક-૨ હતી. એ પછી તેણે મેકસીમમ, કાઇપો છે, ગુડ્ડુ રંગીલા, સુલતાન, સરકાર-૩, સુપર ૩૦ તેમજ ઝી ફાઇવની બારોટ હાઉસ તથા ઓપરેશન પરિન્દે જેવી ફિલ્મો કરી છે. હવે તે વિદ્યા બાલન સાથે શકુંતલાદેવી નામની ફિલ્મમાં ખાસ રોલમાં દેખાશે. ૨૦૦૨માં કારકિર્દીના પ્રારંભે તેણે કયું હોતા હૈ પ્યાર નામના ટીવી શોમાં કામ કર્યુ હતું. ડઝનેક શો તેણે કર્યા છે.

(9:36 am IST)