Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ક્રાઇમ થ્રિલર શોમાં સાક્ષીને મુખ્ય રોલઃ સાથે રાઇમા

ટીવી પરદાના શો કહાની ઘર ઘર કી, બડે અચ્છે લગતે હૈ તેમજ આમિર ખાન સાથેની ફિલ્મ દંગલથી ખુબ જાણીતી અભિનેત્રી સાક્ષી તન્વરને ક્રાઇમ થ્રિલર સિરીઝમાં મુખ્ય રોલ મળ્યો છે. નેટફિલકસ માટે અનુષ્કા શર્મા 'માઇ' નામની સિરીઝ બનાવી રહી છે. જેમાં મુખ્ય રોલ સાક્ષીને અપાયો છે. તાજેતરમાં અનુષ્કા નિર્મિત સિરીઝ પાતાલલોક રિલીઝ થઇ છે. જેને ખુબ વખાણ મળ્યા છે. તો સાથે કેટલાકે આ સિરીઝને બેન કરવાનું અભિયાન પણ સોશિયલ મિડીયા પર ચલાવ્યું હતું. માઇનું નિર્દેશન અતુલો મોંગીયાને સોંપાયુ છે. લોકડાઉન ખુલતાની સાથે જ આ સિરીઝનું શુટીંગ શરૂ થશે. સાક્ષી તન્વર 'માઇ'ના રોલમાં છે. આ એવી મધ્યમવર્ગીય મહિલાની કહાની છે જે અકસ્માતે એક માફીયાનું મર્ડર કરી નાંખે છે. પછી ધીમે-ધીમે ક્રિમીનલ દુનિયાનો તે ભાગ બને છે અને પાવર તથા હિંસા તેના પર હાવી થઇ જાય છે. સાક્ષી માટે આ પડકારરૂપ રોલ હશે. તેની સાથે બંગાળી અભિનેત્રી રાઇમા સેન પણ ખાસ રોલમાં છે.

 

(9:36 am IST)