Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ત્રણ વિલન સાથે સલમાનની ટક્કર

સલમાન ખાન આગામી ફિલ્મ રાધેને કારણે સતત ચર્ચામાં છે. આ ફિલ્મની ઘોષણા થઇ ત્યારથી જ એવું કહેવાઇ રહ્યું છે કે આ ફિલ્મ ૨૦૨૦ની મોટી ફિલ્મો પૈકીની એક હશે. ફિલ્મને ઇદ પર રિલીઝ કરવાની સલમાન ખાનની યોજના હોઇ ધડાધડ શુટીંગ કરવામાં આવ્યું છે. ફિલ્મ માટે નવી વાત એ સામે આવી છે કે સલમાન ખાન એક નહિ પણ ત્રણ-ત્રણ વિલન સામે ટક્કર લેતો જોવા મળશે. આ ત્રણ વિલનના રોલ માટે રણદીપ હુડ્ડા, ગોૈતમ ગુલાટી અને સિક્કીમના અભિનેતા સાંગ હુએની પસંદગી થઇ છે. ફિલ્મમાં ત્રણ-ત્રણ એકશન નિર્દેશક પણ છે. આ તમામે જબરદસ્ત એકશન દ્રશ્યોની કોરિયોગ્રાફી કરી છે. સલમાન ખાનની આ ફિલ્મ બાવીસમી મેના રોજ પરદા પર આવશે. જો કોરોનાની અસર ત્યાં સુધીમાં ખતમ થઇ જશે તો આ તારીખ ફાઇનલ હશે. ફિલ્મમાં દિશા પટાની હિરોઇન છે. પ્રભુ દેવાએ નિર્દેશન કર્યુ છે. અગાઉ તેણે વોન્ટેડનું નિર્દેશન પણ કર્યુ હતું.

 

(4:45 pm IST)
  • કાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપર હુમલાની ઘટના દુઃખદ : વડાપ્રધાન શ્રી મોદીએ વારાણસીમાં વિડિઓ કોન્ફરન્સ દરમિયાન સંવેદના પ્રગટ કરી : અફઘાનિસ્તાનમાં વસતા હિન્દૂ ,શીખ ,તથા લઘુમતી પરિવારને મદદ કરવા ભારત તત્પર હોવાનું જણાવ્યું access_time 8:34 pm IST

  • મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે પ્રથમ મોત:મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે એક મહિલાનું મોત નિપજ્યું: જમ્મૂ કશ્મીરમાં કોરોનાના 4 પોઝિટીવ કેસ જોવા મળ્યા હતા access_time 12:26 am IST

  • GTU દ્વારા પરીક્ષાઓ મુલત્‍વી રાખવામાં આવી છે આગામી સમયમાં નવી તારીખો જાહેર કરાશે access_time 11:49 pm IST