Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

પરિવારે ખુબ મદદ કરી હતીઃ રશ્મી

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી અને બિગબોસ-૧૩ થકી વધુ જાણીતી બનેલી રશ્મી દેસાઇ અવાર-નવાર ચર્ચા જગાવતી રહી છે. તેની જિંદગી સતત ઉતાર-ચઢાવ ભરેલી રહી છે. બિગબોસ વખતે તેની આ જિંદગીની અનેક અજાણી વાતો સામે આવી હતી. રશ્મીએ કહ્યું હતું કે તેની પ્રોફેશનલ લાઇફ ખુબ સારી રહી છે, પરંતુ અંગત જિંદગીમાં તે ખુબ જ હેરાન થઇ જતાં ડિપ્રેશનમાં જતી રહી હતી. ચાર વર્ષ સુધી તે ડિપ્રેશનમાં રહી હતી. રશ્મી કહે છે કે આ અવસ્થામાંથી બહાર નીકળવામાં મારા પરિવારે મારી ખુબ જ મદદ કરી હતી. જ્યારે તમે ડિપ્રશનમાં હોવ ત્યારે બધુ જ પ્રભાવીત થતું હોય છે. તમારો આત્મ વિશ્વાસ લગભગ શુન્ય થઇ જતો હોય છે. આપ ખુબ જ ઉદાસ થઇ જાવ છો અને પસંદ પણ બદલી જાય છે. જો કે મને મારા કામે હમેંશા સાથ આપ્યો છે. ત્રણ-ચાર વર્ષ પછી મેં કાઉન્સેલિંગ કર્યુ અને અનુભવ્યું હતું કે હું કંઇક બનાવી શકું તો હું તેને ખત્મ પણ કરી શકું. બિગબોસ પછી રશ્મી હવે એકતાના શો નાગિન-૪માં કામ કરી રહી છે.

(11:03 am IST)
  • અમિતાભનું ટ્વીટ સૌને ચોંકાવે છે : અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને નરેન્દ્રભાઈ મોદીને જણાવ્યું છે કે કોરોના માખીથી પણ ફેલાઈ શકે છે access_time 10:20 pm IST

  • નવસારીમાં દવાખાનાના કર્મચારીને પોલીસ દ્વારા દંડાવારી કરાતા ૧ PSI અને ૩ પોલીસ કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે access_time 11:51 pm IST

  • ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈનો પ્રજાજોગ સંદેશ : 21 દિવસના લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરજો : ખાસ કામ સિવાય ઘરની બહાર નીકળશો નહીં : દૂધ, દવા, શાકભાજી, અનાજ કરીયાણું, સહિતની ચીજ વસ્તુઓનો પૂરતો સ્ટોક છે : જે પ્રજાને મળી રહે તેવું નેટવર્ક ગોઠવાઈ ગયું છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની અપીલને માન આપજો : ચીજ વસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ કરશો નહીં : ગુજરાત સરકાર દ્વારા લોકોને પૂરતો સહયોગ મળતો રહેશે : પ્રજાને મુખ્યમંત્રીની ધરપત access_time 11:07 am IST